________________
કેવળી પ્રભુનો સાથ
ગતિ, જાતિ, શરીર, સંહનન, સંઘાતન આદિ નામકર્મનાં પ્રકાર નક્કી થાય છે, અર્થાત્ આયુષ્યના બંધ સાથે જીવની ગતિ અને તેના અનુસંધાનમાં નામકર્મના અન્ય પ્રકારો નિશ્ચિત થાય છે. આ કારણે આયુષ્ય કર્મના અનુસંધાનમાં મૂકાયેલું નામકર્મ યથોચિત જણાયા વિના રહેતું નથી. વળી આયુષ્ય સાથે નામકર્મ નક્કી થતાં, તે શુભ રીતે કર્મો ભોગવશે કે અશુભ રીતે ભોગવશે તેનો નિર્ણય ગોત્ર કર્મથી થાય છે. જીવનની સુવિધાઓ વિશેષ હોય તે ઉચ્ચ ગોત્ર અને સુવિધાઓની ખૂબ ખામી હોય તે નીચ ગોત્ર કર્મ સમજાય છે. આ કર્મ પણ અઘાતી છે, કારણ કે ઉચ્ચ કે નીચ ગોત્ર આત્મચારિત્ર ખીલવવામાં કે તેને અનુભવવામાં બાધાકારક થઈ શકતું નથી. આમ હોવાથી નામ કર્મની પછવાડે મૂકાયેલું ગોત્રકર્મ સમુચિત જણાય છે.
આ બધા કર્મમાં અંતરાય કર્મને સહુથી છેલ્લે શા માટે મૂક્યું છે તેની વિચારણા કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. જીવ સંસારમાં હોય ત્યાં સુધી જ અંતરાય કર્મ પ્રવર્તે છે. કેવળજ્ઞાન થતાં અંતરાય કર્મનો અંત આવે છે, ઘાતી કર્મ જતાં માત્ર અઘાતી કર્મ બાકી રહે છે. તો અંતરાય કર્મને અન્ય ઘાતી કર્મ સાથે ન મૂકતાં અઘાતીની સાથે અને તે પણ સહુથી છેલ્લે શા કારણે મૂક્યું હશે? વળી આપણી સમજ પ્રમાણે આ અંતરાય કર્મ શ્રી પ્રભુનાં અને શ્રી ગુરુના શરણે જઈ, શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવાથી તૂટતું જાય છે. જીવનો અન્ય પુરુષાર્થ આત્માર્થે આ કર્મ તોડવામાં કાર્યકારી થતો નથી, ત્યારે અન્ય સર્વ કર્મો ક્ષીણ કરવા જીવે સ્વતંત્ર રીતે યોગ્ય પુરુષાર્થ કરવાની જરૂર પડે છે. વળી અંતરાય તોડવાનો પુરુષાર્થ અંતરાય કર્મના બંધ પડવા પૂરાં થાય ત્યાં પૂરો થવો જોઇએ. આ ગણતરીથી વિચારણા કરીએ તો જીવને ક્ષપક શ્રેણિના દશમા ગુણસ્થાનના અંતે મોહ બંધાતો અટકે છે, બારમા ગુણસ્થાને આવતાં નવા મોહનો બંધ ન હોવાથી, તેના અનુસંધાનમાં બંધાતા જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના બંધ અટકી જાય છે, એટલું જ નહિ પણ દેશમાં ગુણસ્થાન પહેલાં બંધાયેલા એ ત્રણે કર્મોનો પણ ક્ષય થાય છે. અને ચારે ઘાતી કર્મો જતાં આત્મા કેવળીપર્યાય પામી સ્વસુખનો અબાધિત ભોક્તા થાય છે. તો પછી અંતરાય કર્મને છેલ્લે મૂકવાનો હેતુ શો હોઈ શકે ?
૨૬૦