________________
કેવળી પ્રભુનો સાથ
આ જ પ્રકારે વેદતા – વેદન કરવું એ આત્માનો મૂળભૂત ગુણ છે. જીવ રૂપે આત્મા અસમ્યકુપણે શાતા કે અશાતાનું એકેંદ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિયપણાની અવસ્થા સુધી વેદન કરે છે, અને છમસ્થ અવસ્થામાં આત્મસ્વરૂપના સુખનું વેદન જીવ ચોથાથી બારમા ગુણસ્થાન સુધી સમ્યપણે કરે છે. આ આત્મસુખનું વેદન તેરમા તથા ચૌદમા ગુણસ્થાને પૂર્ણતાએ સમ્યક્ષણે પ્રકાશે છે, જે સિદ્ધ પર્યાયમાં પણ સતત સાથે રહે છે. આમ વેદનીય કર્મ પણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મની જેમ સતત આત્માના ગુણનો અનુભવ ન્યૂનાધિક કરવામાં અગ્રેસરપણે રહે છે. વળી, જીવનમાં પ્રગટ થતાં જ્ઞાન તથા દર્શનગુણનું વેદન જીવ કે આત્મા તે જ સમયે કરતો રહે છે. આ પ્રક્રિયા વેદનીય કર્મનું અને સમ્યક્ વેદનગુણનું યથાક્રમ આત્મા સાથેનું અવિનાભાવિપણું બતાવે છે. બીજી રીતે કહીએ તો જ્ઞાન અને દર્શનની વિશુદ્ધિ સાથે આત્મામાં પ્રગટ થતું સ્વસુખનું વેદન વધતું જાય છે, અને એ ત્રણે ગુણો કેવળીપર્યાયથી શરૂ કરી સિધ્ધપર્યાય સુધી પણ પૂર્ણતાએ આત્મા અનુભવે છે. આમ આત્મા સાથે સીધો સંબંધ ધરાવનાર ત્રણ ગુણના આવરણને યથાર્થ રીતે સાથે મૂક્યા જણાય છે. આ સ્થિતિનો વિચાર કરતાં અઘાતી હોવા છતાં વેદનીય કર્મને ઘાતી કર્મના અનુસંધાનમાં કેમ મૂક્યું છે, તેનું સમાધાન આપણને મળી જાય છે.
કર્મના ક્રમમાં મોહનીય કર્મને ચોથું લીધું છે. મોહનીય કર્મ સર્વ કર્મોમાં સૌથી બળવાન ગણાયું છે. આ કર્મથી જીવનું આત્મચારિત્ર અવરાય છે. જેમ જેમ મોહનીય કર્મ ક્ષીણ થતું જાય છે તેમ તેમ જીવ આત્મચારિત્ર ખીલવતો જાય છે. અને મોહના કારણે જ અન્ય સર્વ ઘાતી તથા અઘાતી કર્મો બંધાતા હોય છે, તેથી તેનું બળવત્તરપણું બતાવવા મોહનીયનાં ક્ષયોપશમને આધારે પ્રભુએ ચૌદ ગુણસ્થાન બતાવ્યા છે. જ્યાં સુધી જીવને મોહ બંધાય છે ત્યાં સુધી બાકીના ત્રણ ઘાતી કર્મો જીવને બંધાય જ છે. અને તેના અનુસંધાનમાં અઘાતી કર્મો આવે જ છે. દશમા ગુણસ્થાનને અંતે જ્યારે મોહનો સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે બાકીના ત્રણ ઘાતી કર્મો બંધાતા અટકે છે, અને શાતાવેદનીય વર્જીને સર્વ કર્મબંધન થતાં અટકી જાય છે. આ હકીકત મોહનીય કર્મને ક્ષીણ કરવાની અગત્ય સમજાવે છે. મોહનીય જેમ જેમ ક્ષીણ થતું જાય છે તેમ તેમ ચોથા ગુણસ્થાનથી
૨૫૮