________________
અષ્ટકર્મ
આગળ વધતાં જીવનું આત્મચારિત્ર ખીલતું જાય છે. તેરમા અને ચૌદમા ગુણસ્થાને ચારિત્ર પૂર્ણ વિશુદ્ધ બની વેદકતામાં સમાઈ જાય છે. કષાયો ક્ષીણ થતાં વેદકતા શુધ્ધ થાય છે. અને તે પછી આત્મચારિત્રનો સ્વતંત્ર ઉપયોગ રહેતો નથી. આ રીતે મોહનીય કર્મ આત્મચારિત્રને સંધતું હોવાથી આત્મા સાથે સીધો સંબંધ ધરાવે છે.
આમ આત્માના મુખ્ય ગુણો જ્ઞાન, દર્શન, ચારિત્ર – વેદકતાને આવરનારા કર્મો ક્ષણ કરવાની અગત્ય સમજાય છે. તે જ્યાં સુધી નબળા ન પડે ત્યાં સુધી વિકાસનું કાર્ય થઈ શકતું નથી. જ્ઞાન-દર્શનની ખીલવણીથી જીવની સમજણ વધતાં, જીવ ચારિત્ર ખીલવી પોતાની વેદકતાને શુધ્ધ કરતો જાય છે. જો સમજણ જ ન હોય તો જીવ ચારિત્ર પાલન કેવી રીતે કરે? આ દલીલથી પણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને મોહનીય કર્મનો આ ક્રમ યોગ્ય લાગે છે. જો કે શાતાવેદનીય કર્મ અમુક અંશે આત્મચારિત્રની વિશુદ્ધિને આવરે છે, પણ તે આવરણ અઘાતી હોવાથી, આત્માના શુધ્ધ વેદનને બાધાકારી ન હોવાથી તેના મુખ્ય ગુણને અનુલક્ષી આત્મા સાથે સીધો સંબંધ ધરાવનાર ચાર કર્મની ગણતરીમાં સમાવેલ જણાય છે.
બાકીનાં ચાર કર્મો આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય કર્મો સંસારી અવસ્થામાં વિશેષ કાર્યકારી જણાય છે. ત્રણ અઘાતી કર્મો સાથે ઘાતી અંતરાય કર્મને મૂક્યું છે તે જરૂર વિચારણીય છે. જ્ઞાન, દર્શન તથા ચારિત્રના આવરણનું વેદન કરવા જીવને શરીરની જરૂર છે. મોહમાં ફસાયેલો જીવ આરંભ તથા પરિગ્રહમાં પડી તેના વેદન માટે કોઇક સાધનની અવશ્ય ઊભી કરે છે. અને તે અગત્ય પૂરી થાય છે આયુષ્ય નામના અઘાતી કર્મથી, દેવ, મનુષ્ય, તિર્યંચ કે નરકનું આયુષ્ય બાંધી, તે તે ગતિમાં પોતાનાં ઘાતી અઘાતી કર્મો જીવ ભોગવતો રહે છે. જો આયુષ્ય ન હોય તો કર્મનો ભોગવટો કરવામાં ખાંચ આવે છે. તેથી મોહનીયના અનુસંધાનમાં આયુષ્ય કર્મ યોગ્ય જણાય છે. આ કર્મ આત્માના ગુણોનો ઘાત કરતું નથી, આયુષ્ય હોય છતાં જીવ આત્મા પોતાના ગુણોનો આસ્વાદ માણી શકે છે. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કેવળી પ્રભુ છે.
જીવન હોય તો જ શરીરને લગતાં નામકર્મ અને ગોત્રકર્મ કાર્યકારી થઈ શકે, તે માટે આ બંને પહેલાં આયુષ્ય કર્મનું આવવું સમજાય છે. આયુષ્ય નક્કી થતાં જીવનાં
૨૫૯