________________
અષ્ટકર્મ
આ વિશે વિચારતાં શ્રી પ્રભુની અસીમ કૃપાથી સમજાય છે કે અંતરાય કર્મને માત્ર ઘાતીરૂપ જ નથી, તેનું અઘાતી સ્વરૂપ પણ અસ્તિત્વમાં છે. એટલે કે અંતરાયકર્મ ઘાતી તથા અઘાતી એમ બે પ્રકારે છે. ઘાતીકર્મની અંતરાય તૂટતાં ઘાતીકર્મનો ક્ષય કરવાનો પુરુષાર્થ કરી આત્મા કેવળીપર્યાય પામે છે. આમ છતાં તે વખતે પણ સિદ્ધ પર્યાયની અંતરાય બાકી હોવાને કારણે આયુષ્ય, નામ અને ગોત્ર તથા વેદનીય કર્મ ભોગવવા આત્મા દેહમાં વસે છે. નહિતર સર્વ કર્મ એક સાથે ખેરવી સિદ્ધ થઈ જાત. તે પરથી સમજાય છે કે આત્મા સિધ્ધ થાય છે તે છેલ્લા સમયે જ સિદ્ધ પર્યાયની અઘાતી અંતરાય સર્વથા ક્ષીણ થાય છે. આ અઘાતી અંતરાય સ્વરૂપની અનુભૂતિ માટે કષ્ટકારી ન હોવાથી પ્રભુએ પ્રગટપણે વર્ણવી ન હોય તેમ બને, અથવા સામાન્ય જનને બહુ ઉપકારી ન લાગે તેથી આ જ્ઞાન લુપ્ત થયું હોય તેમ પણ બને. કષાયનો અંત થવાથી કેવળજ્ઞાન થયા પછી શાતા વેદનીય સિવાય એક પણ કર્મનો બંધ પડતો નથી અને આયુષ્ય, નામ, ગોત્ર અને અઘાતી અંતરાય ક્ષય થતાં જાય છે. તે સર્વ ક્ષીણ થતાં આત્મા સિદ્ધ પર્યાય પ્રાપ્ત કરે છે. આ કારણો વિચારતાં અંતરાય કર્મ સહુથી છેલ્લે જતું હોવાથી, આઠે કર્મના અંતભાગમાં યોગ્યતાએ રખાયું જણાય છે. કૃપા કરી આવી ગૂઢ સમજણ આપવા માટે શ્રી પ્રભુના પરમ ઉપકા૨ને અગણિત વંદન હો.
કર્મની મુખ્ય દશ અવસ્થાઓ
કર્મ બંધાય, આત્મપ્રદેશો પર ફરે, ભોગવાય અને નિર્જરા થાય તેની જુદી જુદી દશ અવસ્થાઓ બતાવવામાં આવી છે. આ અવસ્થા તે બંધ, ઉદય, ઉદ્વર્તન, અપવર્તન, સત્તા, ઉદ્દીરણા, સંક્રમણ, ઉપશમન્, નિવ્રુત તથા નિકાચિત એ દશ છે.
બંધ
આકાશમાં રહેલી પુદ્ગલ કર્મવર્ગણાને યોગ અને મિથ્યાત્વાદિ અધ્યવસાયોના બળથી ખેંચીને જીવ પોતાની સાથે દૂધ અને પાણીની માફક મેળવે તે બંધ. આ રીતે બંધાયેલી કાર્પણ વર્ગણા જ્યારથી બંધાય અને જ્યાં સુધી છૂટે નહિ ત્યાં સુધી કર્મ કહેવાય છે.
૨૬૧