________________
કેવળી પ્રભુનો સાથ
ગોત્ર દરેક ગતિ અને દરેક જાતિમાં હોય છે, જેમકે ગંગાનું નીર અને ખાબોચિયાનું ગંધાતું નીર, પાસાદાર સાચો હીરો અને નકલી હીરો, આસોપાલવનું ઝાડ અને આંબલીનું ઝાડ, ગુલાબ, મોગરાનાં ફૂલ અને ધતૂરાનાં ફૂલ, કેરી અને લીંબડા, ઘોડો અને ગધેડો, પોપટ અને ઘુવડ. આવા ઉચ્ચ તથા નીચ ગોત્ર જણાવતા અસંખ્ય દાખલા આપી શકાય.
ઉચ્ચ ગોત્રવાળા પ્રાણી ઉચ્ચ સ્થાને જાય છે. સુંદર ફૂલ પ્રભુના શિર પર ચડે છે, અન્ય ફૂલ પગ નીચે કચડાય છે. ઉચ્ચગોત્રવાળા જીવ પરમેષ્ઠિ પદમાં સ્થાન પામે છે, નીચગોત્રવાળા અનેકના સેવક થાય છે. ઉચ્ચ ગોત્રી દેવો વૈમાનિક દેવ થાય છે, નીચગોત્રી દેવો ભૂવનપતિ, વાણવ્યંતર આદિ થાય છે.
આ ગોત્રકર્મથી ચેતનનો અગુરુલઘુ ગુણ અવરાય છે. આત્મા ભારે કે હળવો નથી. તેથી સર્વ કર્મથી મુક્ત થતાં ધનુષ્યમાંથી છૂટેલા બાણની જેમ આત્મા સિધ્ધભૂમિમાં ચાલ્યો જાય છે. ગોત્રકર્મ અઘાતી છે. તેની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની હોય છે. મુહૂર્ત એટલે ૪૮ મિનિટ.
અંતરાય કર્મ ચેતન આત્માની અનંત શક્તિને કુંઠિત કરનાર કર્મ તે અંતરાય કર્મ છે. શક્તિ એટલે વીર્ય. વીર્યનું કામ પ્રવર્તવાનું છે. આત્મામાં અનંત વીર્ય છે. સર્વનું દાન દેવાની, ત્યાગ કરવાની શક્તિ આત્મામાં છે. સર્વ મેળવવાની શક્તિ પણ આત્મામાં છે. સહુનો ભોગોપભોગ કરવાની શક્તિ પણ આત્માને છે. આત્માની આ અનેક પ્રકારની શક્તિનો રોધ કરનાર અંતરાય કર્મ છે. આત્માનું વીર્ય બે પ્રકારે પ્રવર્તે છે: અભિસંધિજ અને અનભિસંધિજ. અભિસંધિજ વીર્ય એટલે આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય છે તે. અનભિસંધિજ વીર્ય એટલે કષાયની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય છે તે.
ઉદયભાવે રહેલા દર્શનમોહને લીધે ભૂલ થવાથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે; વીર્યની પ્રવૃત્તિ જો સમ્યપણે થાય તો જીવ સિદ્ધ પર્યાય પામે. આત્મા કોઈ
૨૫૪