________________
કેવળી પ્રભુનો સાથ
રાખવા. આવા જોડાણથી મળતું ફળ સૂત્ર સત્તાવનથી ઓગણસાઠ સુધીનાં ત્રણ સૂત્રમાં મૂક્યું છે.
“મનની સમાધારણાથી (મનને આગમોક્ત ભાવોના ચિંતનમાં સારી રીતે સંલગ્ન રાખવાથી) જીવ એકાગ્રતા મેળવે છે. એકાગ્રતાથી જ્ઞાનપર્યવો જ્ઞાનના વિવિધ તત્ત્વબોધરૂપ પ્રકાર પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને સમ્યક્દર્શનને વિશુદ્ધ કરે છે, અને મિથ્યાદર્શનની નિર્જરા કરે છે.”
-
“વાક્ સમાધારણાથી જીવ વાણીના વિષયભૂત દર્શન પર્યાયને વિશુદ્ધ કરે છે, વાણીના વિષયભૂત દર્શન પર્યાયને વિશુધ્ધ કરીને સહેલાઈથી બોધિ પ્રાપ્ત કરે છે, બોધિની દુર્લભતા ક્ષીણ કરે છે.”
“કાય સમાધારણાથી જીવ ચારિત્ર પર્યવો - વિવિધ પ્રકારોને શુદ્ધ કરે છે, યથાખ્યાત ચારિત્ર વિશુદ્ધ કરીને કેવળી સંબંધી વેદનીય આદિ ચાર કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે. બધા દુઃખનો અંત કરે છે.”
ત્રણે ગુપ્તિની વિશેષતામાં સમાધારણા આવે છે. મનની સમાધારણા કરવાથી, મનને શુભભાવમાં એકાગ્ર કરવાથી આત્મા તેના મૂળ જ્ઞાનોપયોગ પર લક્ષ કેંદ્રિત કરી શકે છે, જ્ઞાનાવરણનો બળવાન ક્ષયોપશમ કરી ઉત્તમ તત્ત્વબોધ પ્રાપ્ત કરે છે. તેની સાથે વચનની સમાધારણા કરવાથી તેની દર્શનપર્યાય વિશુદ્ધ થતી જાય છે. એટલે કે જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધવા સાથે તેનું સુલભબોધિપણું વધે છે. જેના ફળરૂપે તે શ્રેણિ માંડી ઘાતીકર્મો નિઃશેષ કરે છે. આમ કરવાથી તેઓ ચારિત્રની વિશુદ્ધિ કરી યથાખ્યાતચારિત્ર પામે છે. અને તે પછી કાયાની સમાધારણા કરી, કાયાને શુભ પર્યાયમાં રાખી, ચારે અઘાતી કર્મનો ક્ષય કરી મુનિ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ સર્વ દુઃખોનો અંત કરે છે. મન, વચન તથા કાયની સમાધારણા કરવાથી જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉત્તમ ખીલવણી થઈ મુક્ત થવાય છે. આ સમાધારણાની પ્રક્રિયા નીચેના ગુણસ્થાને જીવ કરી શકતો નથી, પણ વહેલાંમાં વહેલાં તેની શ્રેણિ માંડવાની તૈયારી થાય ત્યારે જ આ સાધના કરી શકે છે. અને તેમાં મન, વચન, કાયાની ગુપ્તિની
૧૭૬