________________
અષ્ટકર્મ
યોગ વધતા ઓછા પ્રમાણમાં પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધમાં ફાળો આપે છે. જેમ જેમ આત્મવિકાસ થાય છે તેમ તેમ મિથ્યાત્વ તૂટતું જાય છે, તે પછી ત્યાગભાવ નીપજતાં અવિરતિભાવ ઘટતો જાય છે, છેવટે તદન જાય છે. ત્યાર પછી પ્રમાદ છૂટતાં કષાયો ધીમે ધીમે ઓછા થતા જાય છે, અને તેનો ક્ષય થયા પછી, તેરમું ગુણસ્થાન મેળવ્યા પછી અંતમાં અર્થાત્ ચૌદમાં ગુણસ્થાને મન, વચન તથા કાયાના યોગ પણ છૂટી જાય છે.
“પ્રદેશ, સ્થિતિ, અને રસ એ ત્રણ બંધના સરવાળાનું નામ પ્રકૃતિ આપવામાં આવ્યું છે. પ્રદેશબંધ છે તે આત્માના પ્રદેશ સાથે પુદ્ગલનો જમાવ અર્થાત્ જોડાણ છે. ત્યાં તેનું પ્રબળપણું હોતું નથી, તે ખેરવવા ચાહે તો ખરી શકે તેમ છે, મોહને લીધે સ્થિતિ તથા રસનો બંધ પડે છે, અને તે સ્થિતિ તથા રસનો બંધ જીવ ફેરવવા ધારે તો ફરી જ શકે એમ બનવું અશક્ય છે. આવું મોહને લઈને એ સ્થિતિ તથા રસનું પ્રબળપણું છે.”
– શ્રીમદ્ રાજચંદ્ર (વ્યાખ્યાનસાર પૃ. ૭૪૩) મનના વિચારથી, વચનના ઉચ્ચારથી અને કાયાની પ્રવૃત્તિથી જે વિચારવામાં, બોલવામાં કે કરવામાં આવે તે પ્રત્યેક ક્રિયા પોતાની સાથે સૂક્ષ્મ કર્મ વર્ગણાને ખેંચી લાવે છે; તે આત્મા સાથે જોડાય છે, અને ફળ આપે છે. આ કર્મ વર્ગણાઓ સ્થૂળ પુગલની બનેલી છે, અવકાશમાં પથરાયેલી છે, તેને ચેતન આકર્ષીને પોતાની સાથે એકમેક કરી નાખે છે. ચેતન સાથે તેનો સંબંધ થતાં જ તેની પ્રકૃતિ નક્કી થઈ જાય છે. શુધ્ધ આત્માના મુખ્ય આઠ ગુણને આવરતી કર્મ પ્રકૃતિ મૂળ આઠ છે. તેના ઉત્તરભેદ ૧૪૮ અથવા ૧૫૮ છે. જેના પેટાવિભાગ અનંત થાય છે. કર્મની આઠ મૂળ પ્રકૃત્તિ આ પ્રમાણે છેઃ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ આઠ કર્મમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતકર્મો છે, અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અઘાતી કર્મો છે. જે આત્માના ગુણોનો ઘાત કરે છે, આત્માને વિકળ કરે છે કે આત્માને સ્વભાવથી શ્રુત કરે છે તે ઘાતકર્મ છે. અને જે આત્માના ગુણોનો ઘાત ન કરતાં માત્ર આવરે છે
૧૯૩