________________
અષ્ટકમ્
પટુકમ. પટુક્રમમાં ઇન્દ્રિય કે મન સાથે વસ્તુના સંયોગની જરૂર રહેતી નથી. તેથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે – ચાર ઇન્દ્રિયના સંયોગથી નિપજતો. “આ કંઇક છે એવો અવગ્રહરૂપ દર્શનથી સામાન્ય બોધ થયા પછીથી આ તન પ્રાથમિક સ્થિતિના વિશેષ જ્ઞાનની શરૂઆત થાય છે. વ્યંજનાવગ્રહનો છેલ્લો પુષ્ટ અંશ તે અર્થાવગ્રહ છે. અવ્યક્તતર જ્ઞાનમાંથી અવ્યક્ત જ્ઞાન થાય છે, ‘આ કંઇક છે' એવું ભાન થાય છે તે અર્થાવગ્રહ છે. અર્થાવગ્રહને પાંચ ઇન્દ્રિયો તથા મનમાંના ઓછામાં ઓછી એકની સહાય હોય જ છે. એટલે અર્થાવગ્રહના છ પ્રકાર થાય છે.
અવગ્રહ થયા પછી વિશેષ રૂપે વિચારણા થાય તેને “ઇહા' કહેવામાં આવે છે. ઇહા એટલે વિચારણા અથવા સંભાવના. અંધારામાં કંઇક દેખાય, તે શું હશે તેની વિચારણા તે ઇહા. ઇહા દ્વારા વિશેષને ધારણ કર્યા પછી તેના અંગે નિશ્ચય થાય તે
અપાય” અથવા “અવાય'. એમાં વિચારણા પછીનું અવધાન થાય છે; એકાગ્રતા થાય છે, કાચો નિશ્ચય થાય છે. અવગ્રહ થયા પછી વિશેષ રૂપે – સમાવેશ ધારણામાં થાય છે. આ પુસ્તક હોવું જોઇએ' એવી સંભાવના તે અપાય. ઇહા અને અપાયનો સમાવેશ perception માં થાય છે. પછી આ પુસ્તક જ છે અને બીજું નથી એવો નિશ્ચય તે ધારણા. આ ધારણાનો સમાવેશ knowledge માં થાય છે. અપાયથી થયેલો કાચો નિર્ણય સ્થાયી રહેતો નથી, બીજા વ્યાપારમાં જતાં તે ચાલ્યો જાય છે. પાકો નિશ્ચય જતાં જતાં પોતાની પાછળ સંસ્કાર મૂકી જાય છે. અને ભવિષ્યમાં પ્રસંગ મળતાં એ સંસ્કાર તાજા થાય છે. આ સર્વ મતિવ્યાપાર (પાકા નિશ્ચયથી માંડીને તેણે પાડેલા સંસ્કારથી જન્મતી સ્મૃતિ એ સર્વ)નો સમાવેશ ધારણામાં થાય છે.
આ પ્રકારે વિચારતાં સમજાય છે કે વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર અને અર્થાવગ્રહના છ પ્રકાર મળી કુલ દશ પ્રકાર અવગણના થાય છે. તે પછીથી વિશેષ જ્ઞાનનો ક્રમ શરૂ થાય છે, તેમાં ઇહા, અપાય અને ધારણા તે પ્રત્યેકના છ પ્રકારની ગણતરી કરતાં મતિજ્ઞાનના અઢાવીશ પ્રકાર થાય છે. તેમાં અવગ્રહનો કાળ એક સમયનો છે, ઇહા તથા અપાયનો વધારેમાં વધારે કાળ અર્થમુહૂર્ત (૨૪ મિનિટનો)નો છે, અને ધારણાનો કાળ માપ વગરનો છે, આ વિશે થોડાં ઉદાહરણો સમજવાથી સ્પષ્ટતા થશે.
૧૯૯