________________
અષ્ટકમ્
પાંચ પ્રકારનો પણ દર્શનાવરણમાં સમાવેશ થાય છે. નિદ્રાના પાંચ પ્રકાર તે નિદ્રા (૧૦), નિદ્રાનિદ્રા (૧૧), પ્રચલા (૧૨), પ્રચલા પ્રચલા (૧૩) અને થિણદ્ધિ (૧૪) આમ બધા મળી દર્શનાવરણના કુલ નવ પ્રકાર થાય છે.
ચક્ષુ – અચક્ષુ દર્શનાવરણ (૬-૭) આંખની મારફત વસ્તુનું દર્શન થવું તેને ચક્ષુદર્શન કહેવામાં આવે છે. અને આંખ સિવાયની ઇન્દ્રિયોથી એટલે કે ત્વચા, રસના, નાક, કાન કે મન દ્વારા વસ્તુનું દર્શન થવું તેને અચક્ષુદર્શન કહેવામાં આવે છે. આ પ્રકારનાં દર્શનને આવરણ કરે તે ચક્ષુદર્શનાવરણ તથા અચક્ષુદર્શનાવરણ ગણાય છે. એકથી ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને ચક્ષુ હોતાં જ નથી, તેથી તેમને બળવાનપણે ચક્ષુદર્શનાવરણ વર્તે છે એમ કહી શકાય. ચાર અને પાંચ ઇન્દ્રિયવાળા જીવોને ચક્ષુ તો હોય છે, પણ ચક્ષુદર્શનાવરણ કર્મના યોગથી તેમને તે ઇન્દ્રિય નબળી હોય અથવા તેનો ઘાત હોય તેમ બને છે. કોઈ અંધ, કોઈ રતાંધળા, કોઈ રંગ ન ઓળખી શકનાર આદિ ચક્ષુદર્શનાવરણ કર્મના પ્રભાવથી થાય છે. આવી રીતે જે જીવને બાકીની ઇન્દ્રિયોમાંથી કોઈ અપૂર્ણ હોય, નબળી હોય, અથવા મન ન હોય તેવી સ્થિતિ અચક્ષુદર્શનાવરણ કર્મના પ્રભાવથી થાય છે. આ કર્મના પ્રભાવથી એકેંદ્રિય જીવને મન તથા અન્ય ઇન્દ્રિયોનો ઘાત હોય છે, બે ઇન્દ્રિયને બીજી બે ઇન્દ્રિય તથા મનનો ઘાત હોય છે; ત્રણ ઇન્દ્રિયને શ્રવણેદ્રિય તથા મનની પ્રાપ્તિ આ કર્મનાં કારણે થઈ શકતી નથી. ચતુરેંદ્રિય જીવને મન તથા કર્ણની પ્રાપ્તિ થતી નથી, પંચેન્દ્રિય જીવ કેટલીયે વાર અસંજ્ઞીપણે જીવે છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવ અચક્ષુદર્શનાવરણ કર્મના પ્રભાવથી નબળી ઇન્દ્રિયો કે નબળી સંજ્ઞા સાથે જીવે છે, આ ઇન્દ્રિયો હીણી અથવા ખામીવાળી થાય છે.
અવધિદર્શનાવરણ તથા કેવળદર્શનાવરણ (૮-૯) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રૂપી દ્રવ્યોનો સામાન્ય અવબોધ તે અવધિદર્શન અને સર્વ દ્રવ્યોના સામાન્ય અંશનો અવબોધ તે કેવળદર્શન. આ બંને દર્શનને ક્રમથી
૨૧૫