________________
અષ્ટકમ્
નામકર્મ ચિતારો ચિત્ર ચિતરે, તેમાં વિવિધ રંગ પૂરે, તેમ પ્રાણીને પ્રાણ ધરાવી નવા નવા આકારો, નામ, રૂપ અપાવે, ચિત્રવિચિત્ર સ્વર આપે, યશ અપયશ અપાવે વગેરે રૂપે અનેક બાહ્ય રૂપ ધારણ કરાવે તે નામકર્મ કહેવાય છે. આ કર્મની સૌથી વિશેષ ઉત્તર પ્રકૃતિઓ છે. ૧૦૩ કે ૯૩ પ્રકૃતિ નામકર્મની છે. નામકર્મના મુખ્ય ચાર વિભાગ થાય છે. તે પિંડપ્રકૃતિ, પ્રત્યેક પ્રકૃતિ, ત્રસદશક અને સ્થાવરદશક નામે ચાર વિભાગ છે. પિંડ પ્રકૃતિના ચૌદ વિભાગ છે, તેના ૬૫ કે ૭૫ પેટાવિભાગ છે, પ્રત્યેક પ્રકૃતિના આઠ વિભાગ, ત્રસદશકના દશ અને સ્થાવર દશકના દશ વિભાગ મળી નામકર્મની ૯૩ કે ૧૦૩ ઉત્તર પ્રવૃતિઓ થાય છે. નામકર્મની આ વિવિધ પ્રવૃતિઓના કારણે જીવનું અલગ અલગ વ્યક્તિત્વ કેવી રીતે રચાય છે તેની જાણકારી આ પ્રવૃતિઓના અભ્યાસથી આવે છે.
ચૌદ પિંડ પ્રકૃતિઓ તેમાં ૧. ગતિ નામ (૪ અવાંતર ભેદ), ૨. જાતિ નામ (પ ભેદ), ૩. શરીર નામ (૫ ભેદ), ૪. અંગોપાંગ નામ (૩ ભેદ), ૫. બંધન નામ (૫ કે ૧૫ ભેદ), ૬. સંઘાતન નામ (૫ ભેદ), ૭. સંવનન નામ (૬ ભેદ), ૮. સંસ્થાન નામ (૬ ભેદ), ૯. વર્ણ નામ (૫ ભેદ), ૧૦. ગંધ નામ (૨ ભેદ), ૧૧. રસ નામ (૫ ભેદ), ૧૨. સ્પર્શ નામ (૮ ભેદ), ૧૩. આનુપૂર્વી નામ (૪ ભેદ), ૧૪. વિહાયોગતિ નામ (૨ ભેદ).
આ પ્રમાણે પિંડ પ્રકૃતિના ૬૫ કે ૭૫ ભેદ થાય છે. [ઉત્તર પ્રકૃતિ ૪૯ થી ૧૫૧] ૧. ગતિ નામકર્મ (૪૯ થી પર).
સંસારમાં ભમતો જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. ચાર ગતિમાં આખા સંસારનો સમાવેશ થાય છે. દેવગતિમાં જીવ દેવ તરીકે ઓળખાય છે (૪૯), મનુષ્ય ગતિમાં જીવ મનુષ્ય તરીકે ઓળખાય છે (૫૦), તિર્યંચગતિમાં જીવ તિર્યંચ તરીકે ઓળખાય છે (૫૧), અને નરકનો જીવ નારકી કહેવાય છે (પર). આમ ગતિ
૨૩૫