________________
અષ્ટકમ્
૧. પરાઘાત નામકર્મ
પરાઘાત નામકર્મથી જીવ પોતે વિજય મેળવે અને સામાથી હાર ન પામે એવો બેવડો લાભ આ નામકર્મ આપે છે. ઉગ્રતાથી આવતો માણસ સામે આવતા ઠંડો થઈ જાય, લડાઈ, મેચ, કુસ્તી, શરત વગેરેમાં વિજયી થાય, જેને આગેવાની ભરેલું સ્થાન મળે તે સર્વ આ નામકર્મના પ્રભાવથી થાય છે.પોતે દેખાવમાં બળવાન કે લટ્ટ ન હોય છતાં સામા પર વિજય મેળવે એ આ કર્મનું શુભ ફળ છે. આ નામકર્મ સદેવ શુભ છે. (૧૨૪)
૨. ઉચ્છવાસ નામકર્મ
સહેલાઇથી શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા આ નામકર્મના આધારથી થાય છે. કાકડા આડા ન આવે, ફેફસાં મજબૂત હોય, શ્વાસ લેતાં કે મૂકતાં જરાય અડચણ ન થાય તે આ નામકર્મનો વિપાક છે. શ્વાસોશ્વાસ નામકર્મ અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ વચ્ચે ભેદ છે. આ નામકર્મ શુભ જ હોય છે. (૧૨૫)
૩. આતપ નામકર્મ
જે કર્મના ઉદયથી પોતે ઠંડો હોવા છતાં સામાને પ્રકાશ આપે, ગરમી આપે તે આતપ નામકર્મ કહેવાય છે. પારકાંને તાપ ઉપજાવે તેવા ઠંડા શરીરપુગલોની પ્રાપ્તિ કરાવે તે કર્મ આપ નામકર્મ છે. સૂર્ય પરના પૃથ્વીકાય જીવો જાતે શીતસ્પર્શી છે, પણ બીજાને તે ગરમી આપે છે તે આ નામકર્મના ઉદયથી. અગ્નિકાય જીવોને આતપ નામકર્મ નથી, તેને ઉષ્ણસ્પર્શનામકર્મનો ઉદય છે. આતપ કર્મ શુભ જ હોય છે. (૧૬)
૪. ઉદ્યોત નામકર્મ
જે કર્મના ઉદયથી જીવનું શરીર ચંદ્રના પ્રકાશ જેવું ઠંડું કરે, સામાને ઠંડક આપે તે ઉદ્યોત નામકર્મ. ચંદ્ર, તારા, ગ્રહ, આદિમાંથી શીત પ્રકાશ નીકળે છે તે ઉદ્યોત નામકર્મનું ફળ છે. ચોમાસામાં આગિયાનો જોવા મળતો પ્રકાશ પણ આ કર્મનો ઉદય સૂચવે છે. આ પણ શુભ કર્મ છે. (૧૨૭)
૨૪૫.