________________
અષ્ટકમ્
પર્યાપ્ત – અપર્યાપ્ત નામકર્મ
જીવ બહારથી આવી પ્રથમ પુદ્ગલોનો સંચય કરે તેને આહાર પર્યાપ્ત કહેવામાં આવે છે. જીવ પોતાની સાથે તેજસ્ તથા કાર્મણ શરીર લઇને આવે છે, અને આહાર લઈ શરીર બાંધવાનું શરૂ કરે તે બીજી શરીર પર્યાપ્તિ. તે પછી એક થી પાંચ સુધીની સ્વયોગ્ય ઇન્દ્રિય બંધાય, તે પછી શ્વાસોશ્વાસ, ભાષા અને મન બંધાય છે. આ રીતે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એ છ પ્રકારે વધુમાં વધુ પર્યાપ્તિ હોય છે. એકેંદ્રિયને પ્રથમની ચાર, વિકલૅન્દ્રિયને પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિયને છ પર્યાપ્તિ હોય છે. જીવની પુદ્ગલોને ગ્રહણ કરવાની અને પરિણમાવવાની શક્તિને પર્યાપ્તિ કહે છે.
ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરવાળો છએ પર્યાપ્તિ એકી સાથે શરૂ કરે છે, અને ત્રણે શરીરોની પહેલી પર્યાપ્તિ એક સમયમાં અને બીજી અંતમુહૂર્તમાં પૂરી થાય છે. દારિક શરીરમાં બાકીની ચારે પર્યાપ્તિ જુદી જુદી અસંખ્ય સમયના અંતમુહૂર્ત પ્રમાણ હોય છે. ત્યારે વૈક્રિય તથા આહારક શરીરમાં બાકીની ચારે પર્યાપ્તિ એક એક સમયની હોય છે. છએ પર્યાપ્તિનો આરંભ સાથે હોય છે, પણ પહેલી એક જ સમયમાં પૂરી થાય છે. દેવોમાં બીજી પર્યાપ્તિ અંતર્મુહૂર્તમાં પૂરી થાય છે, ત્રીજી અને ચોથી સમયે સમયે તથા પાંચમી અને છઠ્ઠી એક સમયમાં પૂરી થાય છે.
ઔદારિક શરીરી પહેલી પર્યાપ્તિ એક સમયમાં પૂરી કરે, તે પછી અંતમુહૂર્તમાં બીજી પર્યાપ્તિ પૂરી કરે, તે પછીના અંતમુહૂર્તમાં ત્રીજી પર્યાપ્તિ પૂરી થાય અને એ રીતે ચોથી, પાંચમી તથા છઠ્ઠી પર્યાપ્તિ પછીના દરેક અંતર્મુહૂર્ત કાળમાં પૂરી થાય છે.
વૈક્રિય અને આહારક શરીરી પહેલી પર્યાપ્તિ એક સમયમાં પૂરી કરે છે. તે પછીની બીજી પર્યાપ્તિ અંતર્મુહૂર્તમાં પૂરી થાય છે. અને પછીની ચારે પર્યાપ્તિ એક એક સમયે પૂરી થતી જાય છે. દેવતા પાંચમી અને છઠ્ઠી પર્યાપ્તિ બંને એક જ સમયે પૂરી કરે છે.
૨૪૯