________________
અષ્ટકર્મ
તે જ પ્રમાણે જો શરીરનાં દરેક અવયવો સ્થિર જ હોય તો શરીરનું કામ ચાલી શકે નહિ. તેથી જીભ, પાંપણ આદિ અવયવો અસ્થિર એટલે કે જેમ વાળવા હોય તેમ વળે તેવાં હોવાં જોઇએ. વાળ્યાં વળી શકે તેવાં અવયવ થવાં તે અસ્થિર નામકર્મને આભારી છે. આ અશુભ પ્રકૃતિ ગણાય છે. (૧૪૧)
શુભ-અશુભ નામકર્મ
સામાન્ય રીતે મનુષ્ય શરીરનો ઉપરનો ભાગ અને અન્ય શરીરનો આગળનો ભાગ શુભ ગણાય છે. કેમકે તેમાં બધી ઇન્દ્રિયો (ત્વચાથી શ્રવણ સુધીની), મગજ, આદિ વગેરે વિશેષ ઉપયોગી અંગો રહેલાં છે. આ અવયવોની મનોહર રચના શુભ નામકર્મના પ્રભાવથી થાય છે. તે પુણ્ય પ્રકૃતિ છે. (૧૪૨)
ત્યારે મનુષ્યોને શરીરનાં નીચેનાં ભાગમાં અને તિર્યંચોને પાછળના ભાગમાં મળાશય, મુત્રાશય, જનનસ્થાન આદિ અશુભ અવયવો આવેલાં હોય છે. તે અશુભ નામકર્મના પ્રભાવથી છે. આ પ્રકૃતિ પાપી છે. (૧૪૩)
અંગોપાંગ કર્મથી અવયવ મળે છે, નિર્માણ કર્મથી તે યોગ્ય સ્થાને ગોઠવાય છે. પણ તે અંગોનું સારાનરસાપણું શુભાશુભ નામકર્મથી નક્કી થાય છે.
સુસ્વર-દુસ્વર નામકર્મ
સાંભળનારને પ્રિય તથા મીઠો અવાજ લાગે, તે બોલ્યા જ કરે અને આપણે સાંભળ્યા જ કરીએ એવો ભાવ જે કર્મને લીધે આવે છે તે સુસ્વર નામકર્મ છે. ઉદા. કોયલ આદિ. આ પુણ્ય પ્રકૃતિ છે. (૧૪૪)
અને સાંભળતાં કર્કશ લાગે, ન બોલે તો સારું એવા ભાવ થાય, તે દુસ્વર નામ કર્મ છે. કાગડાનો અવાજ, બિલાડીની ઘરઘૂરાટી, ઘુવડ આદિના અવાજ એ આવા દુસ્વર નામકર્મનું કારણ છે. આ પાપ પ્રકૃતિ છે. (૧૪૫)
ભાષા વર્ગણાનો ઉપયોગ કરતી વખતે આ કર્મ ઉદયમાં આવે છે.
૨૫૧