________________
અષ્ટકર્મ
પહેલાના મનુષ્ય જન્મમાં આ નામકર્મ નિકાચિત થાય છે, અને તેના પ્રભાવથી પ્રભુને અનેક અતિશયો પ્રગટે છે. કેવળજ્ઞાન લેતાંની સાથે આ નામકર્મનો ઉદય થાય છે, દેવો ઉત્સવ કરે છે, સમવસરણ રચે છે, ૩૪ અતિશયો પ્રગટે છે, તેમાંના ચાર અતિશય તેમને જન્મથી જ હોય છે. પ્રભુ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ધર્મ ચોતરફ ફેલાવે છે. આ કર્મ અતિ શુભ છે. એક કાળચક્રમાં ભરતક્ષેત્રમાં માત્ર બે વખત ચોવીશ તીર્થંકર થાય છે. ઐરાવતમાં પણ એમ જ છે, અને મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્ય વીશ અને ઉત્કૃષ્ટ ૧૬૦ તીર્થંકર એક સાથે હોય છે. (૧૨૯)
૭. નિર્માણ નામકર્મ
આ કર્મના ઉદયથી શરીરનાં સર્વ અવયવો યોગ્ય સ્થાને, સારા આકારે ગોઠવાય છે. હાથ, પગ, પેટ, મસ્તક વગેરે સ્વયોગ્ય સ્થાને આ કર્મના પ્રભાવથી ગોઠવાય છે. અંગોપાંગ નામકર્મ તેનું સર્જન કરે છે, અને નિર્માણ નામકર્મ તે અંગોપાંગને યોગ્ય સ્થાને મૂકે છે. આ શુભ નામકર્મ છે. (૧૩૦)
૮. ઉપઘાત નામકર્મ
જે કર્મના ઉદયથી પોતાના શરીરનાં અવયવોથી પોતાને પીડા થાય, પોતે હણાય, ત્રાસ પામે તે ઉપઘાત નામકર્મ. આ કર્મને કારણે જરૂરી અંગ ન હોય, બિનજરૂરી વધારાનાં કષ્ટ કરનાર અંગો આવે, ચાલતાં પગ લચકાય, પગથી પગને નુકશાન થાય ઇત્યાદિ કર્મ તે ઉપઘાત નામકર્મ. આઠ પ્રત્યેક પ્રકૃતિમાં આ એક જ પ્રકૃતિ અશુભ છે. બાકીની સાત શુભ છે. (૧૩૧)
નામકર્મની ત્રસદશક અને સ્થાવર દશક પ્રકૃતિઓ.
ત્રસદશક અને સ્થાવર દશક એ વીશ પ્રકૃતિ એક રીતે પ્રત્યેક પ્રકૃતિ જેવી જ છે. ત્રસદશકની દરેક પ્રકૃતિ શુભ અને સ્થાવર દશકની દરેક પ્રકૃતિ અશુભ છે. ત્રસદશકમાં ત્રસનામ, બાદર નામ, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આઠેય અને
૨૪૭