________________
કેવળી પ્રભુનો સાથ
૫. અગુરુલઘુ નામકર્મ
સમધારણ ઔદારિક શરીરની પ્રાપ્તિ અગુરુલઘુ નામકર્મના ઉદયથી થાય છે. શરીર ભારે નહિ, હળવું નહિ, પાતળું નહિ, જાડું નહિ વગેરે આ નામ કર્મના શુભ પ્રભાવથી થાય છે.
આત્મા-જીવ નિત્ય નિગોદમાં પૂરેપૂરો અવરાયેલો હોય છે. તે વખતે તેનું એટલું સૂક્ષ્મ રૂપ હોય છે કે તેના પર માત્ર અસંખ્ય પરમાણુઓ જ રહી શકે છે. શ્રી તીર્થંકર પ્રભુના કલ્યાણકના નિમિત્તથી એક પછી એક એમ સાત પરમાણુઓ નીકળે છે, અને, તેટલી જગ્યા આત્મા પર ખુલ્લી થાય છે. આને સાત પ્રદેશ અનાવરણ થયા એમ કહેવામાં આવે છે. જીવનું આ સ્વરૂપ તે અગુરુ રૂપ. સિધ્ધ થતા આત્માના પ્રભાવથી નિત્ય નિગોદના જીવનો આઠમો પ્રદેશ ખૂલે છે અને તે જીવ ઔદારિક શરીર ધારણ કરી પૃથ્વીકાયરૂપે પરિભ્રમણ શરૂ કરે છે. પછી જેમ જેમ જીવનાં કર્મો ઓછાં થતાં જાય છે, તેમ તેમ તેનું વિસ્તૃત સ્વરૂપ થતું જાય છે. કેવળી સમુદ્યાત વખતે તે આખા લોકપ્રમાણ થઈ જાય છે - તે આત્માનો અલઘુ ગુણ. એક પરમાણુને રહેવાની જગ્યા તે એક પ્રદેશ. અસંખ્ય પરમાણુરૂપ આત્મા છૂટતી વખતે આખા લોકમાં વિસ્તરી લોકરૂપ થાય છે. તેથી લોકના અસંખ્ય પ્રદેશ કહ્યા છે. વળી લોકની સાથે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એકરૂપ હોવાથી તે પણ અસંખ્ય પ્રદેશી ગણાયા છે. એ જ રીતે લોકાકાશ અસંખ્ય પ્રદેશી છે અને સમગ્ર આકાશ અનંત પ્રદેશ છે.
તત્ત્વથી આત્માના વિભાગ નથી. પ્રદેશ આત્માને સમજાવવા માટે જણાવેલ છે. સૂમથી સ્થૂળ સ્વરૂપનો વિસ્તાર થાય છે તે આત્માનો અગુરુલઘુ ગુણ બતાવે છે. (૧૨૮).
૬. તીર્થંકર નામકર્મ
સર્વ જીવોનું કલ્યાણ થાય એવા ભાવ ઘણા ઘણા ભવો સુધી કર્યા પછી, સારી રીતે આગળ વધેલો આત્મા આ નામકર્મ બાંધે છે. જે ભવમાં તીર્થ પ્રવર્તાવે તેના
૨૪૬