________________
કેવળી પ્રભુનો સાથ
યશકીર્તિનો સમાવેશ છે. અને સ્થાવર દશકમાં સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય અને અપયશ નામકર્મ આવે છે. ત્રણ અને સ્થાવર દશકની પ્રકૃતિઓ એકબીજાથી વિરોધી છે, તે તેનો અભ્યાસ કરવાથી સમજાય છે.
ત્રણ-સ્થાવર નામકર્મ
લોકમાં સર્વત્ર ગતિ કરવાની આત્માની શક્તિને મર્યાદિત બનાવી, અમુક જીવને અમુક હદ સુધી પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવાની શક્તિ જે કર્મને લીધે મળે છે તે કર્મનું નામ ત્રસ નામકર્મ છે. બેથી પાંચ ઇન્દ્રિયવાળા જીવો ત્રસ છે. આ પુણ્યપ્રકૃતિ છે. (૧૩૨)
જીવોને સ્થિર રાખવાનું કામ સ્થાવર નામકર્મ કરે છે. આત્માની ગમનશક્તિને મર્યાદિત કરનાર ત્રસ નામકર્મ છે, તો સ્થાવર કર્મથી એ શક્તિ પણ રુંધાય છે. જે પોતાની ઇચ્છાથી સ્થળાંતર ન કરી શકે તે સ્થાવર. એકેંદ્રિય જીવ સ્થાવર છે. આ પાપપ્રકૃતિ છે. (૧૩૩)
બાદર – સૂક્ષ્મ નામકર્મ
અરૂપી આત્માને રૂપી બનાવનાર આ બાદર – ધૂળ કર્મ છે. જે શરીરને ચહ્યું કે અન્ય ઇન્દ્રિયથી જાણી દેખી શકાય તે બાદર નામકર્મ. બેથી પાંચ ઇન્દ્રિય જીવો બાદર નામકર્મ ધરાવે છે. આ પુણ્ય પ્રકૃતિ છે. (૧૩૪)
સૂક્ષ્મ નામકર્મ આત્માનું રૂપીપણું ઉત્પન્ન તો કરે છે, પણ તે એટલું બધું બારિક – સૂક્ષ્મ હોય છે કે ઇન્દ્રિયોથી જાણી શકાતું નથી. પુદ્ગલના સ્થૂળતાના અને સૂમતાના ગુણને પ્રગટ કરનાર બાદર અને સૂક્ષ્મનામકર્મ છે. એકેંદ્રિય જીવોમાં ઘણા સૂક્ષ્મનામકર્મ ધરાવે છે, અને કેટલાંક બાદર નામકર્મ ધરાવે છે. જ્યાં એક શરીરમાં અનેક એકેંદ્રિય જીવો સમાય છે તે સૂમ નામકર્મના પ્રભાવથી થાય છે. આ નામકર્મ એ પાપ પ્રકૃતિ છે. (૧૩૫)
૨૪૮