________________
કેવળી પ્રભુનો સાથ
નામકર્મમાં ચાર અવાંતર વિભાગ છે. દેવ, નારકી અને મનુષ્ય સિવાયનાં સર્વ સંજ્ઞી અસંજ્ઞી જીવો તિર્યંચ ગતિના કહેવાય છે. અને કર્માનુસાર જીવ આ ચારમાંથી એક ગતિમાં રહી, ચારે ગતિમાં ભમતો રહે છે.
૨. જાતિ નામ કર્મ (૫૩ થી ૫૭).
આ નામ કર્મના પાંચ અવાંતર વિભાગ છે. જાતિ એટલે ભેદસૂચક વર્ગ. સમાનધર્મી એક જાતિના કહેવાય, જીવને એક થી પાંચ ઇન્દ્રિય સુધીની પ્રાપ્તિ હોય છેઃ સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને શ્રવણ. માત્ર સ્પર્શેદ્રિય ધરાવનાર જીવ એકેંદ્રિય કહેવાય છે (૫૩), સ્પર્શ અને રસ મેળવનાર જીવ બેઇન્દ્રિયમાં સમાય છે (૫૪), સ્પર્શ, રસ અને ઘ્રાણ ઇન્દ્રિય મેળવનાર જીવ તેઇન્દ્રિય તરીકે ઓળખાય છે (૫૫), સ્પર્શ, રસ, ઘ્રાણ અને ચક્ષુ પામનાર જીવ ચૌરેંદ્રિય બને છે (૫૬), અને સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને શ્રવણની પ્રાપ્તિ વાળો જીવ પંચેન્દ્રિય બને છે (૫૭). જીવને ચડતી વખતે ક્રમથી એક એક ઇન્દ્રિય વધતી હોય છે. અને પાંચે ઇન્દ્રિયની લબ્ધિથી તે પંચેન્દ્રિય કહેવાય છે. તિર્યંચ સિવાયની ત્રણે ગતિમાં જીવ પંચેન્દ્રિય જ હોય છે, માત્ર તિર્યંચ ગતિમાં જ એકથી પાંચ ઇન્દ્રિય સુધીના જીવો હોય છે.
૩. શરી૨ નામ કર્મ (૫૮ થી ૬૨).
ત્રીજી શ૨ી૨ નામકર્મ નામની પિંડપ્રકૃતિના પાંચ પ્રકાર છે. ઔદારિક (૫૮), વૈક્રિય (૫૯), આહા૨ક (૬૦), તેજસ (૬૧) અને કાર્મણ (૬૨).
ઉદાર એટલે સ્થૂળ પરથી ઔદારિક શબ્દ આવ્યો છે. જે સ્થૂળ પુદ્ગલ પરમાણુનું બનેલું શરીર હોય તે ઔદારિક શરી૨ કહેવાય છે. ઔદારિક શરીરમાં સર્વ મનુષ્યો, જળચર, સ્થળચર, ખેચર તિર્યંચો, અને વનસ્પતિ, પાણી, અગ્નિ આદિ સર્વ તિર્યંચોના શરીરનો સમાવેશ થાય છે. અસ્થિ, મજ્જા, મેદ, લોહી, વગેરેનાં, તથા પીંછા, માંસ, ચામડીવાળાં અંડજ, પોતજ, ગર્ભજ કે સંમુર્ચ્છિમ જીવોનાં શરી૨ સ્થૂળ ઉદાર પુદ્ગલનાં બનેલાં હોવાથી ઔદારિક શરીર કહેવાય છે. અને જે નામકર્મના કારણે આવાં પુદ્ગલનાં શરીર બંધાય છે તે ઔદારિક શરીર નામકર્મ કહેવાય છે. (૫૮)
૨૩૬