________________
અષ્ટકમ્
દેવો તથા નારકીને વૈક્રિય શરીર હોય છે. તેમને શરીરમાં વિક્રિયા કરવાની શક્તિ હોવાને લીધે વૈક્રિય કહેવાય છે. વિક્રિયા એટલે ફેરફાર. તેઓ પોતાનાં શરીરને નાનું મોટું કરી શકે છે, સુરૂપ કે કુરૂપ બનાવી શકે છે, ખેચર, ભૂચરમાં ફેરવી શકાય છે, આમ ફેરફાર કરવાની વિવિધતાભરી શક્તિ તેમનામાં હોવાથી તેમનાં શરીર વૈક્રિય કહેવાય છે. દેવો તથા નારકીને આ શરીર ભવપ્રત્યયી હોય છે. મનુષ્યને યોગલબ્ધિથી ટૂંકા સમય માટે આવું વૈક્રિય શરીર મળે છે, અને કોઇક જ તિર્યંચને આ શરીર કરવાની લબ્ધિ મળે છે. (૫૯).
ત્રીજું શરીર તે આહારક. ઉચ્ચ આત્મદશાવાન જ્ઞાનીને કંઈ જાણવાની ઇચ્છા થાય તેનું સમાધાન કરવા માટે અથવા તીર્થકર પ્રભુની ઋદ્ધિનાં દર્શન કરવા માટે પોતાના આત્મપ્રદેશને લંબાવી, એક હાથનું અતિ પવિત્ર સુધારસથી બનાવેલું શરીર યોજી,
ત્યાં જાય તે શરીરને આહારક શરીર કહેવામાં આવે છે. આ શરીરની વર્ગણાઓ અતિ સૂમ અને સ્ફટિક જેવી નિર્મળ હોય છે. જે કર્મના વિપાક રૂપે આ શરીર નિર્માણ થાય છે તેને આહારક શરીર નામકર્મ કહે છે. તેનો સમય કાળ ઘણો નાનો હોય છે. આ શરીરની લબ્ધિ મનુષ્ય ગતિમાં અપ્રમત્ત યતિને પ્રાપ્ત થાય છે. અન્ય ગતિઓમાં આ શરીર મળવું સંભવિત નથી. કારણ કે ઉચ્ચ અપ્રમત્ત દશા મનુષ્ય ગતિ સિવાયની ગતિમાં શક્ય નથી. (૬૦)
આ ત્રણ સિવાયનાં બાકીનાં બે શરીરો સૂક્ષ્મ છે, ધૂળ આંખથી જોઈ શકાય તેવાં નથી, અને અનાદિકાળથી આત્મા પર ચીટકેલાં છે. તેમાં જૂનાં પરમાણુઓ ખરતાં જાય છે, અને નવાં પરમાણુઓ આત્મા પ્રહણ કરતો જાય છે, તેથી આ બે શરીર રહિત કોઈ પણ સંસારી અવસ્થામાં આત્મા થતો નથી. ઔદારિક કે વૈક્રિય શરીર છોડીને અન્ય શરીરમાં આત્મા જાય ત્યારે વાટે વહેતી વખતે પણ આ બે શરીર સાથે જ જાય છે. આ બંને શરીરનો યોગ આત્મા સિદ્ધ થાય ત્યારે જ છૂટે છે.
શરીરમાં ગરમીને ઉત્પન્ન કરવાનું કાર્ય, લોહીનું પરિભ્રમણ કરાવવાનું કાર્ય, આહારને પચાવવાનું કાર્ય તેજસ શરીર કરે છે. પરભવમાં જતાં આ શરીર દ્વારા
૨૩૭.