________________
અષ્ટકર્મ
હતા, છઠું સંઘયણ પાંચમા આરામાં છે. મોક્ષમાં જવા માટે જે શરીરબળ જોઇએ તે માત્ર પહેલા સંઘયણમાં જ છે. અને ઉત્તમ ધ્યાનબળ માટેનું શરીર પ્રથમના ત્રણ સંઘયણવાળું છે.
૮. સંસ્થાન નામકર્મ (૯૨ થી ૯૭).
શરીરનાં બંધારણ સાથે તેનો આકાર કેવો થવો તે સંસ્થાન નામકર્મ નક્કી કરે છે. સંસ્થાનથી શરીરનો બાહ્ય આકાર નક્કી થાય છે.
સહુથી સુડોળ “સમચતુરર્સ સંસ્થાન છે. સમ એટલે સરખું. ચતુ એટલે ચાર અને અસ એટલે ખુણા. એક વ્યક્તિ પદ્માસને બેસે ત્યારે તેના જંઘાના એક છેડાથી બીજા છેડા સુધીનું માપ, ડાબા જાનુ અને જમણા ખભા વચ્ચેનું માપ, જમણા જાનુ અને ડાબા ખભા સુધીનું માપ અને પલાંઠીની પીઠથી કપાળ વચ્ચેનું માપ, આ ચારે માપ એકસરખાં આવે તે સમચતુરસ સંસ્થાન છે. ઉત્તમ મનુષ્યો તથા દેવોને આ પ્રકારનું સંસ્થાન હોય છે. (૯૨) - નાભિ (ઘૂંટી) ઉપરનો શરીરનો ભાગ ખૂબ સુંદર અને આકર્ષક હોય તે બીજું “ચરોધ” સંસ્થાન કહેવાય છે. જગોધ એટલે વડનું ઝાડ તે ઉપરથી ફાલેલું સુંદર હોય અને નીચેના અડધા ભાગનાં મૂળિયાં આકર્ષક ન હોય. (૯૩)
નાભિની નીચેનો ભાગ ઘાટસરનો આકર્ષક હોય અને ઉપરનાં અંગો હીન હોય તે ત્રીજું “સાદિ” સંસ્થાન. (૯૪)
જેનાં હાથ, પગ, ડોક સુંદર હોય, હૃદય, પેટ, પૂંઠ હીન હોય અને પીઠમાં મુંધવાળાને “કુલ્થ” સંસ્થાન કહેવામાં આવે છે. (૯૫)
જેનાં હાથ, પગ, ડોક અધમ હોય પણ બાકીનાં અંગો સરસ હોય તે પાંચમું વામન” સંસ્થાન. (૯૬)
આખા અંગના લક્ષણો વાંકાચુંકા અને આડાંઅવળાં હોય તે છઠું અને છેલ્લું હુંડક' સંસ્થાન છે. (૭) દરેક ગતિમાં જીવને સંસ્થાન હોય છે. આ આઠમી પિંડ પ્રકૃતિનાં
૨૪૧