________________
કેવળી પ્રભુનો સાથ
પ્રકૃતિ કાર્યકારી થાય છે. તેજસ કામણ શરીર તો હોય જ છે. આમ શરીર રચનાની કાર્યસિદ્ધિ થવાની શરૂઆત થાય છે.
૭. સંવનનનામ કર્મ (૮૬ થી ૯૧).
મનુષ્ય અને તિર્યચના ઔદારિક શરીરમાં હાડકાંની રચના અને તેના સાંધાઓનો મેળ બહુ અગત્યનો ભાગ ભજવે છે. આ હાડકાંના જોડાણની રચના સંવનન નામ કર્મથી થાય છે. તેના છ પ્રકાર છે. તેમાં જે સૌથી મજબૂત પ્રકાર તે “વજઋષભનારાચ સંહનન” છે. આ સંઘયણ (સંહનન)માં બે જોડાયેલાં હાડકાં પર તેને જકડી રાખનાર એક ત્રીજું ઋષભ નામનું નાનું હાડકું હોય છે, અને એ ત્રણેને ભેદે તેવી સ્કુ જેવી હાડકાંની ખીલી “વજ” હોય છે. અને તેના ફરતું પાટા જેવું “નારાચ” નામનું હાડકું રહે છે. આ રીતે પાટો, ખીલી અને નાના હાડકાંથી અરસપરસ લાગી રહેલા હાડકાના મેળાપવાળા શરીરને “વજઋષભનારાચ સંઘયણ” વાળું શરીર કહે છે. (૮૬)
બે હાડકાંને મર્કટબંધ (પાટો) હોય; ઉપર ત્રીજું નાનું હાડકું હોય; પણ વજખીલી ન હોય તે બીજું ઋષભનારા સંઘયણ છે. (૮૭)
બે હાડકાંને જોડનાર મર્કટબંધ હોય પણ ત્રીજું હાડકું (ઋષભ) ન હોય અને ખીલી પણ ન હોય તે ત્રીજું “નારાચ સંઘયણ”. (૮૮)
શરીરમાં બે હાડકાંને જોડનાર એક બાજુ મર્કટબંધ અને બીજી બાજુ ખીલી હોય તે હાડકાંની સંધિ “અર્ધનારાચ સંઘયણ” કહેવાય. (૮૯)
બે હાડકાંની વચ્ચે માત્ર ખીલી (વજ) હોય તેવાં હાડકાંના સાંધાવાળા શરીરને “કીલિકા સંઘયણ” કહેવાય છે. (૯૦)
અને જે અસ્થિસંધિમાં પાટો (નારાચ), બંધન (ઋષભ) કે ખીલી (વજ) પણ ન હોય, માત્ર હાડકાં એકબીજાને અડીને રહેતાં હોય તે સંધિબંધને છેવટું (સેવા) સંઘયણ” કહેવામાં આવે છે. (૯૧)
આ સંઘયણો માત્ર ઔદારિક શરીરમાં જ હોય છે. વૈક્રિય કે આહારક શરીરમાં હાડકાં જ ન હોવાને કારણે આ સંઘયણ નથી. ચોથા આરામાં પહેલાં પાંચ સંઘયણો
૨૪૦