________________
કેવળી પ્રભુનો સાથ
આ પ્રમાણે છ પ્રકાર છે. દેવગતિમાં પ્રથમ સંસ્થાન હોય છે, મનુષ્ય ગતિમાં છએ સંસ્થાન સંભવે છે અને તિર્યંચ તથા નરક ગતિમાં માત્ર છ સંસ્થાન જ હોય છે.
૯. વર્ણ નામકર્મ (૯૮ થી ૧૦૨).
જૈન પરંપરામાં મૂળ પાંચ વર્ણ - રંગ જણાવવામાં આવ્યા છે. કૃષ્ણ-કાળો; નીલઘેરો લ્યુ. આ બે રંગ અશુભ અને પાપપ્રકૃતિરૂપ છે. હરિત-હળદર જેવો પીળો, લોહિત-સિંદુર જેવો લાલ અને શ્વેત-દૂધ કે શંખ જેવો સફેદ. આ ત્રણ રંગ શુભ અને પુણ્યપ્રકૃતિરૂપ છે. આ પાંચમાંથી કોઇ પણ વર્ણનું શરીર હોઈ શકે છે. આ વર્ણ ચક્ષુઇન્દ્રિયનો વિષય છે.
૧૦. ગંધ નામકર્મ (૧૦૩-૧૦૪).
શરીરની વાસના બે પ્રકાર છે: સુગંધી અને દુર્ગધી. જેના શરીરમાંથી સુગંધ છૂટતી હોય તે શુભ અને પુણ્યપ્રકૃતિ છે. આવું સુગંધી શરીર મનુષ્યોમાં માત્ર તીર્થકરને અને પદ્મિની સ્ત્રીને જ હોય છે. (૧૦૩)
અને બાકી બધાનાં દુર્ગધ છોડનારાં શરીર છે. આવું શરીર અશુભ અને પાપપ્રકૃતિવાળું છે. (૧૦)
ગંધ એ નાકનો વિષય છે. અને તેના અનુસંધાનમાં સુરભિગંધ નામકર્મ (૧૦૩) અને દુરભિગંધ નામકર્મ (૧૦૪) એમ બે પ્રકાર થાય છે.
૧૧. રસ નામકર્મ (૧૦૫ થી ૧૦૯).
રસ એ જીલ્ડા ઇન્દ્રિયનો વિષય છે. અને તેનાં પાંચ પ્રકાર છે. તે રસોની મેળવણીથી અન્ય રસો ઉત્પન્ન થાય છે, પણ મૂળ પાંચ રસ છે. તિક્તરસ – કરિયાતા જેવો કડવો (૧૦૫), કટુ રસ – સુંઠ કે મરી જેવો આકરો (૧૦૬). આ બંને રસ અશુભ અને પાપપ્રકૃતિ છે. કષાયલ રસ – હરડે જેવો તુરો (૧૦૭), આમ્સ – આંબલી જેવો ખાટો (૧૦૮) અને મધુરસ – શેરડી જેવો મીઠો (૧૦૦). આ ત્રણ શુભ અને પુણ્યપ્રકૃતિવાળા રસ છે.
૨૪૨