________________
કેવળી પ્રભુનો સાથ
પુદ્ગલોનો આહાર કરી, તેનાથી ચેતન નવું શરીર બાંધે છે. તેજસ શરીરના પ્રભાવથી કોઈ વ્યક્તિ અન્ય જીવને બાળી નાખવા સમર્થ એવી તેજોવેશ્યા ઉત્પન્ન કરી શકે છે. ઉદા. ગોશાલક. (૬૧)
કર્મ વર્ગણાનો આત્મા સાથે સંબંધ થાય, ચેતન અને કર્મ એકરૂપ થયેલાં લાગે, અથવા બહારની કર્મવર્ગણાને સ્વીકારી કર્મરૂપે પરિણમાવે તે કર્મ રૂપ શરીર તે કામણ શરીર. ટુંકમાં કર્મના આખા માળખાને કાશ્મણ શરીર તરીકે ઓળખી શકાય. કર્મ તો પ્રત્યેક સમયે બંધાતા હોવાથી પ્રત્યેક સમયે કામણ શરીરમાં ફેરફાર થયા જ કરે છે. મૃત્યુ પછી પણ તેજસ તથા કામણ શરીર જીવ સાથે જાય છે. દારિક શરીર સૌથી સ્થૂળ છે, અને તે પછીનાં સર્વ શરીરો ઉત્તરોત્તર સૂમ થતાં જાય છે, આ ક્રમે વિચારતાં કાર્પણ શરીર સહુથી સૂક્ષ્મ છે. (૬૨)
૪. અંગોપાંગ નામકર્મ (૬૩, ૬૪, ૬૫)
શરીરને અંગ, ઉપાંગ અને અંગોપાંગ હોય છે. મનુષ્યને ઔદારિક શરીરમાં આઠ અંગો છેઃ બે હાથ, બે સાથળ, પીઠ, માથું, ઉર (હૃદય) અને ઉદર (પેટ). ઉપાંગ એટલે અંગને લાગેલા અવયવો. હાથપગની આંગળી, જંઘાને લાગેલ ઢીંચણ વગેરે. અને અંગોપાંગ એટલે આંગળીના સાંધા, રેખા, વાળ, રોમ વગેરે. અંગ, ઉપાંગ અને અંગોપાંગ દારિક, વૈક્રિય તથા આહારક શરીરમાં હોય છે, તેજસ અને કાર્પણ શરીરમાં અંગોપાંગ સંભવતા નથી. તેથી આ પિંડ પ્રકૃતિનાં ત્રણ ભાગ પડે છેઃ
ઔદારિક અંગોપાંગ નામકર્મ (૬૩), વૈક્રિય અંગોપાંગ નામકર્મ (૬૪) અને આહારક અંગોપાંગ નામકર્મ (૬૫).
૫. બંધન નામકર્મ (૬૬-૮૦).
શરીરમાં જુનાં પુદ્ગલો ભોગવાઈને ખરતાં જાય છે, અને નવાં ગ્રહણ થતાં જાય છે. નવાં તથા જૂનાં પુગલોને જોડવાનું કામ બંધન નામકર્મ કરે છે. બે ટીનનાં પતરાંને જોડનાર રેણ, બે કાગળને જોડનાર ગંદર જેવું કામ આ બંધન નામકર્મ કરે છે. પુદ્ગલ પુદ્ગલ વચ્ચેનું અનુસંધાન કરે છે, અને તેથી પરમાણુઓ વચ્ચેનો સંબંધ
૨૩૮