________________
અષ્ટકર્મ
બંધાય છે, અને વિખરાય નહિ ત્યાં સુધી ચાલુ રહે છે. તેજસ તથા કાર્મણ શરીરનો જીવ સાથે સંબંધ આ કર્મ કરાવે છે. પરભવથી આવી પ્રથમ આહાર કરી શરીર બાંધે ત્યારે સર્વબંધ કરે છે, અને શરીરનો ત્યાગ થાય ત્યાં સુધી વખતો વખત દેશબંધ કરે છે. તેજસ તથા કાર્મણ શરીરને સર્વબંધ નથી, માત્ર દેશબંધ જ છે. આ બંધન પાંચ શરીરને હોવાથી તેનાં પાંચ પ્રકાર થાય છે: ઔદારિક બંધન નામકર્મ (૬૬), વેક્રિય બંધન નામકર્મ (૬૭), આહારક બંધન નામકર્મ (૬૮), તેજસ બંધન નામકર્મ (૬૯) અને કાશ્મણ બંધન નામકર્મ (૭૦).
આ પાંચ પ્રકારનાં બંધનો એકબીજા સાથે મેળ જમાવે ત્યારે બંધન નામકર્મનાં પંદર પ્રકાર થાય છે. ઔદારિક ઔદારિક બંધન નામકર્મ (૬૬), વૈક્રિય વૈક્રિય બંધન (૬૭), આહારક આહારક બંધન (૬૮), દારિક તેજસ (૬૯), વૈક્રિય તેજસ બંધન (૭૦), આહારક તેજસ બંધન (૭૧), ઔદારિક કાર્પણ બંધન (૭૨), વૈક્રિય કાર્પણ બંધન (૭૩), આહારક કાર્પણ બંધન (૭૪), ઔદારિક તેજસ કામણ (૭૫), વૈક્રિય તેજસ કામણ (૭૬), આહારક તેજસ કામણ બંધન (૭૭), તેજસ્ તેજસ બંધન (૭૮), કાર્પણ કાર્પણ બંધન (૭૯), તેજસ્ કામણ બંધન (૮૦).
૬. સંઘાતનામકર્મ (૮૧ થી ૮૫).
સંઘાત એટલે એકઠું કરવું. જેમ ખરપડીથી તણખલાં કે ઘાસને એકઠું કરવામાં આવે કે પાવડાથી માટી, ગારો, ચૂનો, ભેગો કરવામાં આવે છે, તેમ ઔદારિક પુગલોને આત્મા તરફ ખેંચી લાવે અથવા વૈક્રિય, આહારક, તેજસ કે કાશ્મણ પુગલોને ચેતન તરફ ખેંચી લાવે તે સંઘાતન નામકર્મ છે. મતલબ કે આ કર્મને લીધે પ્રાણી સ્વયોગ્ય ઔદારિક પુદ્ગલનો રાશિ કરે, તેને બંધન નામકર્મને લીધે બાંધે અને અંગોપાંગ નામકર્મને લઈને હાથપગ વગેરેના આકારો ઘડે. આ રીતે સંઘાતનના પાંચ પ્રકાર થાય છે. ૧. ઔદારિક સંઘાતન નામકર્મ (૮૧), ૨. વૈક્રિય સંઘાતન નામકર્મ (૮૨), ૩. આહારક સંઘાતન નામકર્મ (૮૩), ૪. તેજસ સંઘાતન નામકર્મ (૮૪) અને કાર્પણ સંઘાતન નામકર્મ (૮૫). જીવ મનુષ્ય જીવનમાં ઔદારિક સંઘાતનથી પુદ્ગલ એકઠાં કરે છે, અને શરીર તથા અંગોપાંગને બાંધવામાં બંધન અને અંગોપાંગ બંધનની
૨૩૯