________________
કેવળી પ્રભુનો સાથ
પામતા નથી. દેવતા, નારકી, ૬૩ શલાકાપુરુષ, જુગલિયા અને ચરમશ૨ી૨ીને આ પ્રકારનું આયુષ્ય હોય છે.
જીવ જે આયુષ્ય બાંધીને આવે છે તે આયુષ્ય અગ્નિ, પાણી, રોગ, વિષ આદિ સાત કારણોથી સ્થિતિ પૂર્ણ થતાં જ પહેલાં જ પૂરું થતું જણાય તે સોપક્રમ આયુષ્ય - જેને આપણે અકાળે મૃત્યુ કહીએ છીએ. નિશ્ચયનયથી આયુષ્ય ઉદય પ્રકૃતિ અધવચથી તૂટી શકે નહિ. જે પ્રકારે બંધ પડયો હોય તે જ પ્રકારે તે ઉદયમાં આવવાથી બાહ્યથી અકાળે આયુષ્ય તૂટતું જણાય. તેમ થવામાં આયુકર્મના વિશેષ પરમાણુઓ અંતકાળમાં ભોગવાઇ જતા હોવાથી તે સોપક્રમ આયુષ્ય જણાય છે. આવું આયુષ્ય સાત કારણે તૂટે છે –
૧. અધ્યવસાય - રાગજન્ય અધ્યવસાય. મોહ લાગણી આદિના કારણે મૃત્યુ થાય, સ્નેહજન્ય - પુત્રપુત્રી, પતિપત્ની આદિના મૃત્યુથી તથા તેવા સમાચારથી મૃત્યુ થાય. ભયજન્ય - કોઈના ડરાવવાથી, ભય પમાડવાથી મૃત્યુ થાય, આ ત્રણ કારણે આઘાત લાગવાથી આયુષ્ય વહેલું તૂટતું જણાય છે.
૨. નિમિત્ત: લાકડી, ચાબૂક, શસ્ત્ર, ઝેર, અકસ્માતાદિના નિમિત્તથી મૃત્યુ
થાય.
૩. આહાર: અતિ આહાર, વિકૃત આહાર, અજીર્ણના કારણે મૃત્યુ સંભવે. ૪. વેદનાઃ રોગ, શૂળ, મૈથૂન સેવનના અતિરેકથી મૃત્યુ આવે.
૫. શ્વાસોશ્વાસ: શ્વાસોશ્વાસ રોકવાથી કે ઘણા લેવાથી મરણને શરણ થવું પડે. ૬. સ્પર્શઃ વીંછી કે સાપ આદિના દંશથી મૃત્યુ થાય.
૭. પરાઘાતઃ આપઘાત કરવાથી, કૂવા, નદી, સમુદ્રમાં પડવાથી મૃત્યુ પામવું.
આ પ્રકારે અકાળે આયુષ્ય પૂરું થતું જણાય તેવો બંધ પૂર્વમાં પડી ગયો હોય તેને જ આવું મૃત્યુ આવે છે. બાકીનાને આયુષ્ય સામાન્ય પ્રકારે પૂરું થાય એમ જણાય છે. બાકી આયુષ્ય કર્મનો ઉદય થયા પછી નિશ્ચયથી તેમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી.
૨૩૪