________________
અષ્ટકર્મ
આયુષ્ય કર્મનો એક વાર ઉદય થયા પછી તેમાં એક સમય માત્રનો પણ ફેરફાર થઈ શકતો નથી. તે કર્મનો અનુભાગ એટલે રસ પણ ચોક્કસ થાય છે. કર્મ તીવપણે કે મંદપણે, કેવા રસે ઉદયમાં આવશે તે પણ નક્કી થાય છે. એટલે કે સંસારમાં સંપત્તિ, સંતતિનાં સુખદુ:ખ, સંયોગ વિયોગનું નક્કી થયું તે અનુભાગ. પ્રદેશ એટલે જથ્થો. કર્મ કેટલા પ્રમાણમાં ઉદયમાં આવશે, તેમજ આગામી ભવમાં કયા કયા કર્મો કેટલા પ્રમાણના જથ્થામાં ભોગવવા પડશે તે નિર્ણિત થાય છે. અવગાહના એટલે શરીરની લંબાઈ, જાડાઈ, રૂપ, રંગ, આકૃતિ, પ્રકૃતિ આદિ કેવાં મળશે તેનું નક્કી થયું.
જીવ જે ભવની આયુષ્ય પ્રકૃતિ ભોગવે છે તે આખા ભવની એક જ બંધ પ્રકૃતિ છે. તે પ્રકૃતિનો ઉદય આયુષ્યની શરૂઆત થઈ ત્યારથી ગણાય છે. આથી જે ભવની આયુષ્ય પ્રકૃતિ ઉદયમાં છે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ(વધારે), અપકર્ષ (ઘટાડો) આદિ થઈ શકતાં નથી, સંક્રમણાદિ નિયમ આયુકર્મ સત્તામાં હોય ત્યાં સુધી જ થઈ શકે છે.
આયુષ્ય આખા જીવનમાં એક જ વાર બંધાય છે. બાકીના સાતે કર્મો પ્રત્યેક સમયે બંધાતા રહે છે. આયુષ્ય તીવ્ર સંકિલષ્ટ અધ્યવસાયમાં બંધાય છે, અને અંતર્મુહૂર્ત પ્રમાણકાળ સુધી જીવ તેવા શુભ અથવા અશુભ અધ્યવસાયમાં આયુષ્ય બાંધે ત્યારે આયુષ્યનાં દળિયાં એકઠાં કરે છે, કામણવર્ગણાને ખેંચી તે કાર્મણવર્ગણાને આયુષ્યનાં દળિયાં રૂપે સ્થિર કરી આયુષ્ય કર્મ બાંધે છે. જે સમયે જીવ આયુકર્મ બાંધવાનું શરૂ કરે તે સમયે તેને માનકષાયનો ઉદય હોવો જરૂરી છે.
આયુષ્ય બે પ્રકારે છેઃ નિરુપક્રમી અને સોપક્રમી. નારકી, દેવતા, જુગલિયા આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે પરભવનું એટલે કે આવતા ભવનું આયુષ્ય બાંધે છે. તેઓ નિરુપક્રમી આયુષ્ય બાંધે છે. બાકીના જીવો એટલે તિર્યંચ તથા મનુષ્ય સોપક્રમી તથા નિરુપક્રમી એ બંને પ્રકારે આયુષ્ય બાંધે છે. શલાકાપુરુષાદિ નિરુપક્રમી આયુષ્ય બાંધે છે, બાકી સર્વ જીવો સોપક્રમ આયુષ્ય બાંધે છે.
જીવ જેટલું આયુષ્ય બાંધીને આવે છે એટલું પૂર્ણ ભોગવ્યા પછી જ મૃત્યુ પામે તે નિરુપક્રમી આયુષ્ય. તેઓ બાહ્ય નિમિત્તના કારણે ક્યારેય અધૂરા આયખે મરણ
૨૩૩