________________
અષ્ટકર્મ
પડે છે. શ્રી તીર્થકરને પણ તે વેદવું પડે છે, ને બીજાના જેવું વસમું પણ લાગે. જેમ મોહનીયની આવણી, વેગ આવવામાં જબ્બર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે. મોહનીય કર્મનો બંધ તીવ્ર હોય છે, તો પણ તેને પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. એક ઈટનો મોટો ઢગલો હોય, અને તેમાં વચ્ચેની નીચેની ઈટ ખેંચી લેવામાં આવે તો આખો ઢગલો જમીનદોસ્ત થઈ જાય છે; તેમ મોહનીય કર્મ પણ યોગ્ય પુરુષાર્થ કરવાથી એક ઝપાટે ક્ષીણ કરી શકાય છે. આવું આ કર્મનું ભોળપણું છે.
આયુષ્ય કર્મ પ્રત્યેક ભવમાં, સંસારમાં પરિભ્રમણ કરતા જીવે કેટલો વખત રહેવું તેનું નિર્માણ આયુકર્મથી થાય છે. એને હેડ-બેડી સાથે સરખાવવામાં આવે છે. લાકડાની કે લોઢાની હેડ કેદીને પકડી રાખે છે, ખસવા દેતી નથી, તેમ આયુષ્યકાળ દરમ્યાન આ કર્મ એ પ્રાણીને એ ગતિમાં જકડી રાખે છે. દેવ, મનુષ્ય, તિર્યંચ કે નરક ગતિમાં કેટલો કાળ રહેવું તે આયુકર્મથી નક્કી થાય છે. આ કર્મ અઘાતી છે, તે કર્મ કંઈ સુખદુ:ખ નીપજાવતું નથી, પણ સુખદુ:ખના આધારભૂત શરીરમાં જીવને હેડની જેમ પકડી રાખે છે. આ કર્મ આત્માના અવિનાશી ગુણને રોકે છે. અને પુદ્ગલ સંગે રખડાવે છે. પણ દ્રવ્યરૂપે આત્મા અવિનાશી છે. આ કર્મની ચાર પ્રકૃતિ છે. દેવાયુ (૪૫), મનુષ્પાયુ (૪૬), તિર્યંચાયુ (૪૭) અને નરકાયુ (૪૮).
દેવાયુ દેવ ગતિમાં રહેવા માટેનો કાળ દેવાયુ કહેવાય છે. દેવ ચાર પ્રકારના છે. ભુવનપતિ, વાણ વ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક. તેઓને ઇચ્છા પૂરી કરવા કલ્પવૃક્ષ દેવલોકમાં હોય છે. આ ગતિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય તેંત્રીસ સાગરોપમનું અને જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું હોય છે. તેમને મુખ્યતાએ શાતાના અને ગૌણતાએ અશાતાના ઉદયો વર્તે છે. (૪૫)
૨૩૧