________________
અષ્ટકર્મ
ભયઃ સનિમિત્ત કે અનિમિત્ત ડર વેદવો તે ભય. આ ભયના સાત પ્રકાર શાસ્ત્રમાં બતાવ્યા છે. (અ) ઈહલોક ભય – અધમ મનુષ્યથી નીપજતો ભય. (આ) પરલોક ભય - ભૂત, પ્રેત, વ્યંતરાદિથી થતો ભય. (ઇ) આદાન ભય – ચોર નો ભય, ઇન્કમટેક્ષ કે રાજ્ય ભય (ઈ) અકસ્માત ભય – વીજળી, ગાડી, વિમાનાદિના અકસ્માતનો ભય (ઉ) આજીવિકાભય – નોકરી જવી, આજીવિકા ટળવી આદિના ભય (ઉ) મરણભય – મૃત્યુ, માંદગી આદિનો ભય, અને (એ) અપયશ ભય – જગતમાં અપકીર્તિ થવાનો, લોકો વાંકુ બોલે તેવો ભય. (૪૦) | દુર્ગચ્છા - જુસ્સા – દુર્ગધી પદાર્થો પ્રત્યે નાક મચકોડવું, કોઈ વિકૃત પદાર્થો જોઈ ચિતરી ચડાવવી વગેરે જુગુપ્સાના પ્રકાર છે. (૪૧)
આ છ નોષાય હાયષટકું પણ કહેવાય છે. એટલે કે હાસ્યથી શરૂ કરી છે એ નોકષાય માટે આ સમુચ્ચયવાચક શબ્દ છે.
ત્રણ વેદ એટલે ત્રણ પ્રકારે કામનો ઉદય. આ વેદના ઉદયથી જીવને કામેચ્છા સિવાય કંઈ સૂઝતું નથી, તેવો જીવ વિવેકરહિત થઈ જાય છે. અને આ ઉદયના કારણે તીવ્ર ભાવો કરી જીવ બળવાન કર્મો બાંધી લે છે. આ વેદના ત્રણ પ્રકારો છે: પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ.
પુરુષવેદઃ આ વેદના ઉદયથી સ્ત્રીસેવનની ઇચ્છા થાય, વિષય સેવન કરે, મનમાં સ્ત્રીને ભોગવવાના વિચારો આકાર પામે, વગેરે પુરુષવેદ છે. તેના જોરથી સ્ત્રીભોગ ગમે. પુરુષવેદનો ભડકો મોટો થાય, સ્પર્શનાદિથી તે વધે, સેવનની ઉતાવળ થાય, પણ સેવન પછી એ અગ્નિ તરત શમી જાય. (૪૨) - સ્ત્રીવેદઃ સ્ત્રીને વિષયભોગની ઇચ્છા થાય, પુરુષ સાથે સંયોગ કરવાનું મન થાય, તે ભાવ સાકાર થાય તે સર્વ સ્ત્રીવેદના ઉદયમાં આવે. પુરુષવેદના કાળ કરતાં સ્ત્રીવેદનો કાળ ઘણો લાંબો હોય છે. (૪૩)
નપુંસક વેદઃ આ વેદના ઉદયથી જીવને સ્ત્રી તથા પુરુષ બંનેને ભોગવવાની ઇચ્છા સતત રહ્યા કરે. તિર્યંચો, વનસ્પતિ અને કોઈ કોઈ મનુષ્યને આ વેદનો ઉદય
૨૨૯