________________
અષ્ટકર્મ
છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનરૂપ મુનિ અવસ્થાને અટકાવનાર પ્રત્યાખ્યાની વર્ગના કષાયો છે. આ કષાય ચાર માસ વર્તી ગણાય છે.
પ્રત્યાખ્યાની ક્રોધ ધૂળની રેખા જેવો છે. ધૂળમાં લીટી દોરી તેના ભાગ પાડવામાં આવે તો તે પવનની લહેરથી કે અન્ય રીતે તરત ભૂંસાઈ જાય છે, પ્રયત્ન કરતાં છૂટી જાય એવો પ્રત્યાખ્યાની ક્રોધનો સ્વભાવ છે. શાસ્ત્રમાં પ્રત્યાખ્યાની માનને સૂકાં કાષ્ટ સાથે સરખાવ્યું છે. લાકડાનું તેલ લગાવવાથી ધીમે ધીમે વાળી શકાય છે, તે પ્રકારનું પ્રત્યાખ્યાની માન છે. આ વર્ગની માયાને ગૌમૂત્ર સાથે સરખાવી છે. ચાલતાં ચાલતાં ગાય મૂતરે, તેની વક્રતા ધૂળ સૂકાતાં ટળી જાય છે, તેમ પ્રત્યાખ્યાની માયાને થોડા પ્રયત્નથી ટાળી શકાય છે. એ જ પ્રકારે પ્રત્યાખ્યાની લોભને સરાવના ચીકણા મેલ જેવો ગણ્યો છે. માટીના કોડિયા કે સરાવ પર ચીકાશ લાગી હોય તેને કાઢતાં થોડી મહેનત થાય છે, તેમ ધનાદિ પુદ્ગલ પદાર્થોનો આ પ્રકારનો લોભ કાઢતાં જીવને મહેનત તો પડે છે, પણ પરિણામે મહેનત કરવાથી સફળ તો થાય છે.
આવા પ્રત્યાખ્યાન કષાયોની સ્થિતિને ટાળનારને મનુષ્ય ગતિનો લાભ મળતો રહે છે, જ્યાં આત્મવિશુદ્ધિ ઘણા મોટા પ્રમાણમાં મેળવી શકાય છે.
કષાયનો ચોથો અને છેલ્લો પ્રકાર સંજ્વલન છે. તન સાદા, ઘણી ઓછી અસર કરનારા આ કષાયો ઉપરછલ્લી જ અસર કરે છે. તેનો કાળ પંદર દિવસનો જ ગણાયો છે. અને આ કષાયોનો ઉપદ્રવ જીવનાં કેવળજ્ઞાનને રોકે છે. ક્યારેક સામાન્ય ક્રોધ થાય, જરા અમથું અભિમાન થઈ જાય, પોતાની ચતુરાઈ દેખાડવા અલ્પ માયાકપટ થાય કે ઊંડાણમાં સામાન્ય પરિગ્રહબુદ્ધિ રૂપ લોભ થઈ જાય તેવું આ પ્રકારના કષાયોમાં સંભવે છે. આ કષાયો યથાખ્યાત ચારિત્રને રોકે છે. આ કષાયના પ્રભાવથી જીવ જરા ચલિત થાય, પણ પાછો તરત જ સ્થિર થઈ શકે છે. આથી સંજ્વલન ક્રોધને જળરેખા સાથે સરખાવાય છે. પાણીમાં પડેલો લીંટો તરત ભૂંસાઈ જાય છે. સંજ્વલન માનને નેતરની સોટી જેવું ગણવામાં આવે છે. નેતરની સોટી વાળીને છોડતાં તે તરત જ સીધી થઈ જાય છે. સંજ્વલન માયાને વાંસના છોતરા જેવી ગણાય છે. છોતરામાં વાંકાઈ સહજ હોય છે પણ હાથમાં તેને ગ્રહણ કરતાં વાંકાઈ નીકળી જાય છે તેમ
૨૨૭.