________________
કેવળી પ્રભુનો સાથ
આ ચારે કષાયોને ઉદાહરણથી સમજવા સહેલા પડે છે. અપ્રત્યાખ્યાની ક્રોધને જમીનમાં પડેલી ફાટ સાથે સરખાવાય છે. આ ફાટ અન્ય વરસે વરસાદ થાય ત્યારે પૂરાય છે, તેમ આ ક્રોધ વરસ સુધી નભે છે.
અપ્રત્યાખ્યાની માનને હાડકાની ઉપમા આપી છે. હાડકાને વાળવા માટે કે વળેલાં હાડકાને સીધું કરવા, તેના પર લગભગ વરસ સુધીનું તેલનું માલિશ કરવામાં આવે ત્યારે સિદ્ધિ થાય છે. તેમ આ માનને કાઢવા જીવ બાર મહિના સુધી પ્રયત્ન કરે ત્યારે સફળ થાય છે.
અપ્રત્યાખ્યાની માયા મેંઢાના શીંગડા જેવી છે. એ વળાંક કાઢવા લગભગ વરસ જેવો ગાળો જોઇએ છે. આમાં સંસારી પદાર્થો પ્રતિનો જીવનો રાગ મજબૂત હોય છે, જેથી સદૈવ, ગુરુ, ધર્મ પ્રતિ યથાર્થ પ્રેમ જાગી શકતો નથી.
અપ્રત્યાખ્યાની લોભ ગાડીના કીલ જેવો ઘેરો હોય છે. આ કીલ જ્યારે કપડાં પર લાગે ત્યારે તેને કાઢવો ઘણો મુશ્કેલ પડે છે, તેમ આવો લોભ કાઢવા પણ જીવે ઘણો પુરુષાર્થ કરવો પડે છે. સંસારી પદાર્થો ભોગવવાનો લોભ એવો બળવાન હોય છે કે સાચી સમજણ આવવા છતાં જીવ સંસારી પદાર્થોનો લોભ છોડી શકતો નથી. ટૂંકામાં અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ એ, એ પ્રકારનાં છે કે તેને દબાવવાનો બળવાન પ્રયત્ન કરવામાં આવે છતાં ઉદિત થતી વખતે તેને દબાવી શકાતાં નથી. તેનો ઉદય થઈને જ રહે છે. એટલે તેને ક્ષીણ કરવા હોય તો તે કર્મો સત્તાગત હોય ત્યારે જ સફળ થઈ શકાય છે.
ચારે પ્રત્યાખ્યાન કષાયો અપ્રત્યાખ્યાન કષાયો કરતાં હળવા હોય છે. તેને જીવ ધારે ત્યારે પુરુષાર્થ કરી દબાવી શકે છે. આ કષાય ધરાવનાર જીવ સર્વસંગ પરિત્યાગ કરી મુનિ થઈ શકતો નથી. અંતરંગથી પ્રત્યાખ્યાન કષાયોને દબાવી, જીવ મન, વચન, અને કાયા ત્રણે એક સાથે આજ્ઞાધીન કરે છે અને કોઈ ને કોઈ એકને કે બેને સતત આજ્ઞાધીન રાખે છે ત્યારે તેને છઠું સર્વવિરતિ ગુણસ્થાન ભાવથી મળે છે. અને જેટલા કાળ માટે ત્રણે યોગને સતત આજ્ઞાધીન રાખે છે તે સાતમું ગુણસ્થાન છે. આ
૨૨૬