________________
કેવળી પ્રભુનો સાથ
સહજ પ્રયત્ન કરતાં માયા છૂટી જાય છે. અને સંજ્વલન લોભને હળદરના રંગ સમાન ગણવામાં આવે છે. તે રંગ લાગે ત્યારે પીળો ડાઘ પડે પણ તેને કાઢતાં ઝાઝી મહેનત પડતી નથી. તેવો સંજ્વલન લોભ છે.
ચારે કષાયોને સમજતાં, તેનું પૃથક્કરણ કરવાથી ખ્યાલ આવે છે કે ક્રોધના ચારે પ્રકારમાં સંયોગ-મિલન સૂચવાય છે. માનના ચારે પ્રકારમાં વાળવાની વાત આવે છે. માયાના ચારે દાખલા સીધા થવાની વાત કરે છે, અને લોભના ચારે ઉદાહરણ ચડેલા રંગની પકૂવતા જણાવે છે. આ રીતે ચારિત્રમોહની સોળ પ્રકૃતિ ગણીએ તો અનંતાનુબંધી ચોકડી – ૨૦ થી ૨૩, અપ્રત્યાખ્યાની ચોકડી – ૨૪ થી ૨૭, પ્રત્યાખ્યાની ચોકડી – ૨૮ થી ૩૧, અને સંજ્વલન ચોકડી – ૩ર થી ૩૫ સુધીની કમની ઉત્તર પ્રકૃતિ થઈ.
ચારિત્રમોહની સોળ પ્રકૃત્તિને સહાય કરનાર, ઉપ્ત કરનાર નવ નોકષાય છે. નોકષાયની મદદથી મૂળ કષાય ઉગ્ર થાય છે. આ કષાયો તે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ છે.
હાસ્યઃ કારણ વગર, મશ્કરી રૂપે, તુચ્છકારથી કે અન્ય કોઈ કારણથી જ્યારે હસવાનું થાય છે ત્યારે હાસ્ય નોકષાય ઉદિત થાય છે. (૩૬).
રતિઃ મનમાં મજા આવે, પૌલિક વસ્તુના સંયોગમાં મનમાં લુબ્ધતા થાય તે રતિ નામનો નોકષાય છે. નિમિત્તે કે વગર નિમિત્તે અકારણ સાંસારિક મજા આવે તે રતિનો પ્રકાર છે. (૩૭)
અરતિઃ ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાં મનનો અણગમો થવો તે અરતિ નામનો નોકષાય છે. કારણ કે અકારણ અણગમો તે અરતિ. અનિષ્ટનો યોગ અરતિ કરાવે છે. ઇષ્ટનો વિયોગ પણ અરતિ આપે છે. રતિ તથા અરતિ બંને આર્તધ્યાનનાં કારણ બને છે. (૩૮)
શોક: રડવું, દિલગીર થવું, ગમગીની લાગવી, આદિ ક્રિયા અમુક નિમિત્તે થાય છે, અને તે શોક કહેવાય છે. શોકનું મુખ્ય કારણ ઇષ્ટ વિયોગ હોય છે, કોઈક વેળા વગર કારણે પણ સંભવે છે. (૩૯)
૨૨૮