________________
કેવળી પ્રભુનો સાથ
થાય પણ તે રુચિ અંદર દબાઈ જાય, અને ક્યારેક ક્યારેક તત્ત્વરુચિ પ્રગટ પણ થવા દે તો તે સમ્યકત્વ મોહનીય કહેવાય છે. રુચિ પણ ન હોય, અરુચિ પણ ન હોય તેવી મધ્યમ દશાને મિશ્રમોહનીય કહે છે. આ દર્શનમોહનીય પૌગલિક છે, અહીં દર્શન શબ્દ તત્ત્વ શ્રદ્ધાનના અર્થમાં પ્રયોજાયો છે. આ ત્રણે પ્રકારનાં દર્શનમોહનો ક્ષય થાય ત્યારે જીવ ક્ષાયિક સમકિત મેળવે છે. સમકિતના ઉપશમ, ક્ષયોપશમ, વેદક, ક્ષાયિક અને સાસ્વાદન પ્રકાર આપણે “સમ્યકત્વ પરાક્રમ” માં વિચાર્યા છે.
મિથ્યાત્વ જુદા જુદા કારણે બંધાય છે – સુસાધુને કુસાધુ માનવાથી, કુસાધુને સુસાધુ માનવાથી, ક્ષમા, માર્દવ, આર્જવ આદિને અધર્મરૂપ માનવાથી, દેહને આત્મા માનવાથી, અજીવને જીવ અને જીવને અજીવ સમજવાથી, કુમાર્ગ ને સુમાર્ગ અને સુમાર્ગને કુમાર્ગ સમજવાથી, આદિ અનેક માન્યતા અને વર્તન કરવાથી જીવ મિથ્યાત્વનો બંધ કરે છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
ચારિત્ર મોહનીયના ભેદો આત્મસ્વરૂપને જાણ્યા પછી, તેનો અનુભવ કર્યા પછી પણ તે અનુભવમાં આત્માને સ્થિર થવા ન દે તે ચારિત્રમોહ છે. ચારિત્રમોહમાં કષાય અગ્રસ્થાને છે. કષાય ખૂબ આકરા છે, સંસારને વધારી મૂકનાર છે, અને કર્મનાં દળિયાંને રસ પૂરો પાડનાર છે. કષાયના મુખ્ય ચાર પ્રકાર છે: ક્રોધ, માન, માયા અને લોભ. એ પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એ ચાર પ્રકાર છે. આમ કષાયના કુલ સોળ પ્રકાર થાય છે.
અનંતાનુબંધી વર્ગના ચારે કષાયો ખૂબ ગાઢા હોય છે. અને પરભાવમાં ખૂબ રમણ કરાવવાવાળા હોય છે. આ ચાર પ્રકૃતિની આકરી માત્રા દર્શનમોહને ગાઢ કરવામાં ખૂબ મદદ કરે છે. તેથી મિથ્યાત્વનો નાશ કરતાં પહેલાં જીવે નિયમપૂર્વક અનંતાનુબંધી કષાયનો નાશ કરવો પડે છે. અનંતાનુબંધી કષાયના ક્ષય વિના મિથ્યાત્વનો સંપૂર્ણ ક્ષય થઈ શકતો નથી. અનંતાનુબંધી કષાયનો સમય કાળ યાવજીવનો હોય છે. આ
૨૨૪