________________
કેવળી પ્રભુનો સાથ
કામ કરે, તે જ રીતે મોહનીય કર્મની અસર નીચે પ્રાણી તદ્દન પરાધીન થઈ જાય છે, કર્માનુસાર નાચ નાચે છે, ગાંડા જેવો થઈ જાય છે, અને રઝળવામાં મોજ માણે છે. એટલું જ નહિ પણ જીવને આ કર્મના પ્રભાવથી પોતાના હિતાહિતનો કે સારાસારવિવેકનો લક્ષ રહેતો નથી. તત્કાલિન ઇન્દ્રિયસુખ, અભિમાન, દંભ, સંગ્રહવૃત્તિ આદિ કર્મવર્ધક પ્રવૃત્તિમાં તે એકાગ્ર રહે છે. વેદનીય કર્મ બાહ્ય કે સ્થૂળ સુખદુ:ખ પર અસર કરે છે ત્યારે મોહનીય કર્મ સમગ્ર આંતરસૃષ્ટિને હચમચાવી નાખે છે. સાતે પ્રકારનાં વ્યસનોનો ભોગ જીવ મોહનીયના પ્રભાવથી જ થાય છે. જીવને સંસારીભાવમાં ઓતપ્રોત કરનાર, પૌગલિક દશા સાથે એકરૂપ કરનાર, સ્વરૂપને સદંતર વિસરાવનાર એવું આ મોહનીય કર્મ છે.
આવા મોહનીય કર્મના બે ભેદ છેઃ દર્શનમોહ અને ચારિત્રમોહ. અને તેની ૨૮ ઉત્તર પ્રવૃતિઓ છે. આપણે અત્યાર સુધીમાં વેદનીય કર્મ સુધીની સોળ પ્રકૃતિઓ વિચારી. હવે મોહનીયની ૨૮ પ્રકૃતિનો વિચાર કરીએ.
દર્શન મોહનીય દર્શન મોહનીય કર્મના ત્રણ પ્રકાર છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય. આત્માને પોતાનાં સ્વરૂપનું યથાર્થ ભાન થવા ન દે તે દર્શનમોહનીય કહેવાય છે.
| મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી જીવને પોતાનાં અસ્તિત્ત્વનો જ નકાર આવે છે. તેની વિચારણા ઊંધી હોય, તેને મિથ્યા અભિનિવેશ હોય, મમત હોય, ક્ષમા, માદવ, આર્જવ આદિ ગુણોનો નકાર હોય, ધર્મની અરુચિ હોય, ધર્મરુચિવાળાને તે ઢોંગી ગણે અથવા તેની અવગણના કરે, કુગુરુને ગુરુ ગણી તેમનો પક્ષપાત કરે, વીતરાગ દેવની અશાતના કરે, સંસારી દેવની સેવા કરે આદિ વિપરીતપણે પ્રવર્તી મિથ્યાત્વી જીવ પોતાનો સંસાર ખૂબ વધારી, ભવભ્રમણમાં ઇતિ સિદ્ધમ્ કરે છે. (૧૭)
જ્યારે મિથ્યાત્વ મોહનીય નબળું પડે છે ત્યારે તેના અમુક ભાગના કટકા થઈ મિશ્ર મોહનીયમાં પલટાય છે. એ કર્મના પ્રભાવથી જીવનો આત્માસંબંધી નકાર હળવો થાય
૨૨૨