________________
અષ્ટકર્મ
છે, આત્માનું અસ્તિત્ત્વ હોઈ શકે, એવી વિચારણાને તેના આત્મામાં સ્થાન મળે છે, તેમ છતાં તેને આત્માનું યોગ્ય આકર્ષણ વેદાતું નથી, પરંતુ આત્માના અમુક અમુક ગુણોનું સભાનપણું તેને થતું જાય છે. આ સ્થિતિમાં આત્માનો હકાર કે નકા૨ ન હોય. એવી મિશ્ર સ્થિતિ તે મિશ્ર મોહનીય કર્મનો પ્રભાવ છે.પરંતુ આવી સ્થિતિ સામાન્યપણે અંતર્મુહૂર્તથી વધારે કાળ માટે રહી શકતી નથી. જીવની સ્થિતિ મિથ્યાત્વ મોહનીય કે સમ્યક્ત્વ મોહનીયમાં પલટાય છે. મિથ્યાત્વ મોહનીય અનાદિકાળથી જીવને લાગુ પડેલું છે, અને જ્યારે જીવ સમકિત પ્રાપ્ત કરે ત્યારે તેનો ઉદય નષ્ટ થાય છે. કોઈ ભૂલને કારણે જો એ દબાયેલું કર્મ ઉદયમાં આવી જાય તો જીવનું સમિકત વમાઈ જાય છે, અને તે મિથ્યાત્વી થઈ જાય છે. (૧૮)
ઉદિત મિથ્યાત્વને તોડી જીવ સમ્યક્ત્વ મેળવે છે ત્યારે તેનું મિથ્યાત્વ દબાઈ જાય છે, અને જીવ ક્ષયોપશમ સમિતધારી બને છે.આ સંજોગમાં તેના મિથ્યાત્વના ત્રણ પ્રકાર થાય છે – મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. સમકિત મેળવ્યા પછી જીવને દર્શનમોહના પહેલા બે પ્રકાર ઉદયમાં રહેતા નથી, પણ ત્રીજો સમ્યક્ત્વ મોહનીયનો પ્રકાર ઉદયમાં રહે છે. સમ્યક્ત્વ મોહનીય એ દર્શનમોહનો સહુથી નબળો પ્રકાર છે, તેના ઉદયથી સમિકત વમાતું નથી, માત્ર દુષિત જ થાય છે. આ ઉદયમાં જીવને દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રનું શ્રદ્ધાન વર્તે છે, સાથે સાથે દેહથી ભિન્ન એવા આત્માનો અનુભવ પણ અમુક અમુક કાળના અંતરે થયા કરે છે. તેનાથી તે જીવની તત્ત્વરુચિનું શ્રદ્ધાન સ્થિર થતું જાય છે. જીવ જ્યારે દર્શનમોહનો બંધ કરે છે ત્યારે તે માત્ર મિથ્યાત્વ મોહનીય જ બાંધે છે, તે મિશ્ર મોહનીય કે સમ્યક્ત્વ મોહનીયનો બંધ કરતો નથી, પણ જ્યારે તે સમકિતી થઈ આ કર્મ ભોગવે છે ત્યારે મિથ્યાત્વ મોહનીયનો ઘાત કરી મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય રૂપે પરિણમાવે છે, પહેલા બે પ્રકારને આત્મા ઉદયમાં આવવા દેતો નથી, અને સમ્યક્ત્વ મોહનીયને ઉદયમાં લાવી ભોગવતો જાય છે. અને આ રીતે તે દર્શનમોહનો નાશ કરતો જાય છે.
વ્યવહાર નયથી વિચારીએ તો પોતાની હિતાહીતની બુદ્ધિને વિકળ કરનાર મિથ્યાત્વ મોહનીય છે, તેનો તીવ્ર આકરો સર્વઘાતી રસ હોય છે. જીવને તત્ત્વરુચિ
૨૨૩