________________
અષ્ટકર્મ
આત્મા તો ઝળહળતા સૂર્ય સમાન જ છે. તેનું જ્ઞાન ભરેલું જ છે, માત્ર તે આવરણો દૂર કરી જ્ઞાનને પ્રકાશિત કરવાની જરૂર છે. જ્ઞાનાવરણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. તે કર્મ આંખના પાટા જેવું છે. આંખમાં જોવાની શક્તિ છે, પણ આંખ પર કપડાંનો પાટો બાંધવાથી આ શક્તિ અટકી જાય છે. આવું જ જ્ઞાનાવરણ માટે છે.
આ કર્મ ઘાતીકર્મ છે, તે આત્માના જ્ઞાનગુણનો ઘાત કરે છે, અને જ્ઞાનનાં મુખ્ય પાંચ પ્રકાર હોવાથી તેનાં આવરણ પણ મુખ્યતાએ પાંચ પ્રકારનાં છે. તેમાં પહેલાં ચાર દેશઘાતી છે, એટલે કે જેમ જેમ તે આવરણ ઘટતાં જાય તેમ તેમ જ્ઞાનનો ઉઘાડ થતો જાય છે. ત્યારે કેવળજ્ઞાનાવરણીય સર્વઘાતી છે, એટલે કે એ આવરણનો સંપૂર્ણ નાશ થાય ત્યારે જ કેવળજ્ઞાન પ્રગટે છે, તે પહેલાં નહિ.
આત્મા સિવાયના ૫૨૫દાર્થોમાં સુખબુદ્ધિ કરવાથી, તથા જ્ઞાન અને જ્ઞાનીની અશાતના કરવાથી જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. મતિજ્ઞાનના આવરણથી સમજણ પર આવરણ આવે છે. શ્રુતજ્ઞાનાવરણના પ્રભાવથી ભણતાં કે ભણાવતાં ન આવડે, વાંચવાની રુચિ ન થાય, ભણેલું ભૂલી જવાય ઇત્યાદિ પરિણામ આવે છે. અવધિજ્ઞાનના આવરણથી રુપી પદાર્થની જાણકારી તૂટે છે, મન:પર્યવજ્ઞાનનું આવરણ જીવને મનનાં ભાવ જાણતાં રોકે છે. અને કેવળજ્ઞાનાવરણ સર્વજ્ઞપણાને અટકાવે છે. જ્ઞાન પોતે ચેતનરૂપ છે અને તેનાં આવરણો કાર્મિક, પૌદ્ગલિક છે.
દર્શનાવરણ કર્મ
“દર્શન” શબ્દના શબ્દકોષમાં સત્તાવીશ અર્થ આપેલા છે. તેમાંના આપણે જાણીતો અર્થ લઈએ તો “દેખવું” એ મુખ્ય અર્થ છે, બીજો ‘ધર્મ સંબંધી જ્ઞાન' થાય છે. ઉદા. જૈન દર્શન, બૌધ્ધ દર્શન ઇત્યાદિ. બાકી ઉપદેશ, નજરમાં આવવું, અભિપ્રાય આદિ અનેક અર્થ થાય છે. અહીં “દેખવું” એ અર્થમાં દર્શન શબ્દ પ્રયોજાયો છે. જાણવામાં અને દેખવામાં તફાવત છે. આપણે ચર્મચક્ષુથી જાણવા પહેલાં જોઇએ છીએ, પછી
૨૧૩