________________
અષ્ટકર્મ
શરીરમાં રોગ થાય, અશાંતિ અનુભવાય, શરીરમાં દુ:ખાવો થાય, શરીરનાં કરવા ધારેલાં હલનચલનમાં અડચણો ઊભી થાય, મગજમાં ઉકળાટ થયા કરે અર્થાત્ પ્રતિકૂળ સંજોગોથી વેદાતી અસુવિધા તે અશાતા વેદનીય છે. દેવ તથા મનુષ્ય ગતિમાં શાતા વેદનીય પ્રમાણમાં વધારે છે, ત્યારે નરક અને તિર્યંચ ગતિમાં અશાતા વેદનીય વધારે છે.
વેદનીય કર્મ મુખ્યતાએ શરીરની શાતા અશાતા સાથે સંબંધ ધરાવતું જણાય છે, પરંતુ આ કર્મ આઠે કર્મને લાગુ પડે છે. એ કર્મોનું લોકપ્રસિધ્ધ વેદાવું સર્વ કાળે જણાતું નહિ હોવાથી લોકપ્રસિધ્ધ વેદનીયને અલગ જ ગણેલ છે. જીવ અન્ય કર્મ ભોગવતી વખતે જો શાતા વેદનીય ભોગવે તો તે શાતા વેઠે છે, અને અશાતા વેદનીય ભોગવે તો તે એ જ સ્થિતિમાં અશાતા ભોગવે છે. આમ વેદનીય કર્મને કારણે અન્ય કર્મોની સુવિધા અસુવિધા ઘણીવાર ફેરફાર પામી જાય છે. અને જીવ તોલન કરવામાં ભૂલાવામાં પડી જાય છે.
કોઈ જીવ જ્ઞાનાવરણનો ઉદય વેદતો હોય, અને સાથે જો તેને શાતા વેદનીયનો ઉદય હોય તો જ્ઞાનાવરણનું વેદન તેને અકળાવતું નથી, પણ જો સાથે તેને અશાતા વેદનીયનો ઉદય હોય તો જ્ઞાનનું આવરણ તેને પીડા આપે છે, તે આવરણ તૂટે અને સાથે શાતા વેદનીય ઉદયમાં આવે ત્યારે જ તેને શાંતિ થાય છે. એ જ પ્રમાણે દર્શનાવરણ કર્મ એક જીવને ઉદયમાં હોય, તેની સાથેના શાતા કે અશાતા વેદનીયના ઉદય પ્રમાણે તેને શાંતિ કે અશાંતિ થાય છે. અને એ કર્મ હળવું થતાંની સાથે શાતા વેદનીયનો ઉદય આવતાં તે શાતા વેદે છે. એ જ રીતે મોહનીય કર્મનાં ઉદયમાં રાગ કે દ્વેષના ઉદય સાથે શાતા અશાતા વેદનીય ભળતાં જીવ શાતા અશાતા વેઠે છે. અને આ કારણથી કોઈને દ્વેષનો ઉદય હોય ત્યારે ક્રોધના ઉદયમાં શાતા વેદનીય ભળતાં ક્રોધ કરવો મીઠો લાગે છે; માયાના ઉદય સાથે અશાતા વેદનીય ભળે તો તે રાગ ખૂબ દુ:ખદાયી લાગે છે, વગેરે અકળાવનારા સંજોગો જીવથી અનુભવાય છે. નહિતર સમાન્ય રીતે વિચારીએ તો રાગથી સુખ અને દ્વેષથી અસુખ થવું જોઇએ. પણ તેમ થતું નથી ત્યારે શાતા કે અશાતા વેદનીયનું જોર કાર્યકારી થતું હોય છે. આયુષ્યના ભોગવટામાં શાતા વેદનીયથી આયુષ્ય પ્રિય લાગે છે, અશાતા વેદનીયના જોરમાં આયુષ્ય
૨૧૯