________________
અષ્ટકર્મ
પર્યાયોને ઘણા વિશેષ પણે જાણી શકે છે. ઉદા. કોઈ પ્રાણી ઘડાનું ચિંતવન કરે તો ઋજુમતિ જ્ઞાનવાળો ઘડાનું ચિંતવન કર્યું તેટલું જ જાણે. પરંતુ વિપુલમતિ જ્ઞાનવાળો તે ઘડો ત્રાંબાનો છે, લાલ રંગનો છે, અમુક જગ્યાએ ઘડેલો છે, આટલા કદનો છે વગેરે વિગતો સ્પષ્ટતાથી જાણી શકે છે. મનના વિચારને કારણે પરમાણુઓ અમુક આકાર ધારણ કરે છે, આ આકારને જાણી તેનો અર્થ સમજી શકે તે મન:પર્યવ જ્ઞાન. મનોવર્ગણા પૌત્રલિક હોવાથી વિચાર અનુસાર તેના આકાર ઘડાય છે અને તે જ્ઞાનનો વિષય થાય છે.
દ્રવ્યથી મન:પર્યવજ્ઞાની અનંત પ્રદેશવાળા અનંત પદાર્થોને જાણે છે. મન:પર્યવજ્ઞાનીનું ક્ષેત્ર અઢીદ્વીપ બતાવવામાં આવ્યું છે, ઉપર જ્યોતિશ્ચક્ર સુધી અને નીચે રત્નપ્રભા નરક સુધી એનું ક્ષેત્ર વિસ્તરે. કાળથી મન:પર્યવજ્ઞાની ભૂતમાં થયેલા, વર્તમાનમાં વર્તતા અને ભાવિમાં થવાના મનોગત ભાવોને જાણી શકે છે. ભાવથી તેઓ મનોગત અસંખ્ય પર્યાયોને જાણે છે.
આ જ્ઞાનમાં ઇન્દ્રિયનો ઉપયોગ થતો નથી, માત્ર મનનો જ ઉપયોગ રહેલો છે. આત્માનાં શુદ્ધ ચારિત્ર અને અંતરંગ વિશુદ્ધિના પ્રભાવથી જ આ જ્ઞાન પ્રગટી શકે છે. ઇન્દ્રિયના ઉપયોગ રહિત અને માત્ર મનના ઉપયોગ સહિતનું આ જ્ઞાન અપરોક્ષ કે અર્ધ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનને આવરણ કરે તે મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ છે. કેવળજ્ઞાન (૫) ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક પદાર્થનું સર્વ પ્રકારનું સમય સમયનું જ્ઞાન કેવળજ્ઞાનમાં સમાય છે. પ્રત્યેક કેવળજ્ઞાનીને એક પ્રદેશ એક પરમાણુ અને એક સમયનું જ્ઞાન પ્રવર્તે છે. ચારે ઘાતી કર્મોનો પૂર્ણ નાશ થાય ત્યારે જ આ જ્ઞાન પ્રગટે છે. અને એ વખતે અન્ય ચાર જ્ઞાનો, મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ પૂર્ણ શુધ્ધતા પામી કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. આ જ્ઞાન કરવામાં ઇન્દ્રિય કે મનનો જરાપણ ઉપયોગ આત્માને કરવો પડતો નથી, તેથી તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે.
૨૧૧