________________
કેવળી પ્રભુનો સાથ
પ્રતિપાતી અવધિજ્ઞાન છે. હીયમાન જ્ઞાન ક્રમથી ઘટે ત્યારે પ્રતિપાતી એક સપાટે ચાલ્યું જાય છે.
અપ્રતિપાતી અવધિજ્ઞાન થયેલું અવધિજ્ઞાન જાય નહિ, વધે અને ઉત્કૃષ્ટ રહે તે અપ્રતિપાતી અવધિજ્ઞાન છે. ઘણેભાગે શ્રેણિ માંડતા પહેલાં એક અંતર્મુહૂત પહેલાં આ જ્ઞાન પ્રગટે છે, સ્થિર રહે છે અને પછી કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. અપ્રતિપાતી અવધિજ્ઞાનમાં સમસ્ત લોકનાં રૂપી દ્રવ્ય તથા અલોકના એક પ્રદેશને જાણવા તથા જોવામાં આવે છે. આ જ્ઞાનને પરમાવધિ જ્ઞાન પણ કહેવામાં આવે છે.
જીવનાં અવધિજ્ઞાનને આવરણ કરનાર કર્મ અવધિજ્ઞાનાવરણીય કર્મ તરીકે ઓળખાય છે.
મન:પર્યવ જ્ઞાન (૪) અવધિજ્ઞાનમાં રૂપી પદાર્થો જેવાં કે પુસ્તક, ઘડો, વાસણ આદિ દેખાય છે, પણ તેનો ઉપયોગ કરનારના મનના ભાવો જાણી શકાતા નથી. વસ્તુને જતી, આવતી, ઉત્પન્ન થતી કે નાશ પામતી જોઈ શકાય પણ તેમાં તે વસ્તુ કે સ્થિતિ અંગે પ્રાણીમાં થતા ભાવ તેમાં જાણી શકાતા નથી. આ મનોગત ભાવો જીવ મન:પર્યવ જ્ઞાનથી જાણી શકે છે. મન:પર્યવજ્ઞાની સંજ્ઞી પંચેન્દ્રિય જીવના મનના ભાવો જાણે છે. કારણ કે વિચાર કે અધ્યવસાય રૂપી છે. જીવ વિચાર કરે ત્યારે મનોવર્ગણાના પરમાણુઓ અમુક આકાર ધારણ કરે છે, તેની જાણકારી અને વિશ્લેષણ કરવાની શક્તિથી મન:પર્યવજ્ઞાની ભાવોની જાણકારી પામે છે. પરંતુ મન:પર્યવજ્ઞાની અસંજ્ઞી જીવોના ભાવો જાણી શકતા નથી. મન:પર્યવ જ્ઞાન આત્માની ઉચ્ચ શુધ્ધ અવસ્થા વિના પ્રાપ્ત કરી શકાતું નથી.
મન:પર્યવ જ્ઞાનના બે પ્રકાર કહ્યા છે. ઋજુમતિ અને વિપુલમતિ. ઋજુમતિ જ્ઞાન બીજાનાં મનના પર્યાયોને સમાન્યપણે જાણે છે, જ્યારે વિપુલમતિ જ્ઞાન મનનાં
૨૧૦