________________
કેવળી પ્રભુનો સાથ
રૂપી દ્રવ્યનાં દર્શનનાં અનેક ભેદ થઈ શકે છે, એટલે અવધિજ્ઞાનના અસંખ્ય ભેદ પણ થઈ શકે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ આ જ્ઞાનના ચાર પ્રકાર થાય. દ્રવ્યની અપેક્ષાએ અવધિજ્ઞાની ઓછામાં ઓછા અનંત રૂપી દ્રવ્યોને જાણે તથા જૂએ, અને ઉત્કૃષ્ટતાએ સર્વ રૂપી દ્રવ્યોને જાણે - જૂએ. ક્ષેત્રની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્યથી અંગુળના અસંખ્યાતમા ભાગનાં ક્ષેત્રમાં વિસ્તરે અને ઉત્કૃષ્ટથી લોકનાં આખા ક્ષેત્રને આવરી લે છે. અસત્ કલ્પનાથી અલોકમાં લોકપ્રમાણ અસંખ્ય ખંડોને જાણે – દેખે.
કાળથી અવધિજ્ઞાની એક સેકંડના લાખમાં ભાગ જેટલા કાળનાં રૂપી દ્રવ્યને જાણે દેખે, અને ઉત્કૃષ્ટથી અતીત અનાગત કાળનાં સર્વ રૂપી દ્રવ્યોને જાણે – જૂએ. ભાવથી અવધિજ્ઞાની રૂપી દ્રવ્યના અનંત ભાવોને (પર્યાયોને) જાણે જૂએ. અનંતના અનંત ભેદો હોવાને લીધે, જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ ભાવ અવધિજ્ઞાનમાં અનંતશબ્દનો ઉપયોગ ઉચિત છે. સમ્યક્રદૃષ્ટિ સહિત થયેલું અવધિજ્ઞાન તે સાચું જ્ઞાન છે, તે સિવાયનું મિથ્યાષ્ટિ સહિતનું અવધિજ્ઞાન કુઅવધિ કે વિર્ભાગજ્ઞાન તરીકે ઓળખાય છે. વિર્ભાગજ્ઞાની અવળું, મુદ્દાવગરનું કે ઊંધું પણ જાણે. આવું વિર્ભાગજ્ઞાન મિથ્યાત્વી દેવો તથા નારકીને હોય છે. અને અવધિજ્ઞાન સમ્યકત્વી દેવો તથા નારકીને અને છગ્નસ્થ સમ્યકત્વી મનુષ્ય તથા તિર્યંચને પણ થાય છે. દ્રવ્ય અનંતાનંત હોવાથી અવધિજ્ઞાનનાં અસંખ્ય ભેદ થઈ શકે, પણ સરળતાથી સમજવા માટે તેનાં મુખ્યતાએ પ્રકાર શાસ્ત્રમાં જણાવ્યા છે. અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતિ અને અપ્રતિપાતિ અવધિજ્ઞાન.
અનુગામી અવધિજ્ઞાન અનુગામી અવધિજ્ઞાન જ્ઞાની જ્યાં જાય ત્યાં સાથે જાય છે. એટલે કે કોઈ જીવને દશ માઈલના વિસ્તારનું અવધિજ્ઞાન થયું હોય તો તે વિસ્તારમાં રહેલ રૂપી પદાર્થોને જાણે જૂએ. અને એ જીવ જ્યાં જાય ત્યાંથી દશ માઈલના વિસ્તારના રૂપી પદાર્થોને જાણે દેખે. ઉદા. એ જીવ આજે મુંબઈમાં હોય તો મુંબઈથી દશ માઈલના વિસ્તારમાં જાણે
૨૦૮