________________
કેવળી પ્રભુનો સાથ
તેને જાણીએ છીએ. એ જ પ્રકારે અન્ય ઇન્દ્રિયોની બાબતમાં પણ પહેલાં દેખવાનું અને પછી તેને જાણવાનું બને છે.
બીજી રીતે વિચારીએ તો છદ્મસ્થ જીવોને જ્ઞાન થતાં પહેલાં દર્શન થાય છે, પહેલા સમયની ઇન્દ્રિયથી થતી જાણકારી તે ‘દર્શન’ અને પછી થતી તેથી વિશેષ જાણકારી તે જ્ઞાન. આમ જીવને જ્ઞાન થતાં પહેલાં વસ્તુનો જે સામાન્ય બોધ થાય છે તે દર્શન. વસ્તુના સામાન્ય અને વિશેષ એવા બે પ્રકાર જાણકારી માટે હોય છે. સામે ઉભેલા પ્રકાશભાઈનો મનુષ્ય રૂપનો બોધ એ સામાન્ય દર્શન છે, અને પછી તેનાં આકાર, રૂપ, પહેરવેશ આદિથી થતો બોધ એ પ્રકાશભાઈ સંબંધીનું વિશેષ જ્ઞાન છે. આમ વિશેષ જ્ઞાન થતાં પહેલાં પદાર્થની જાતિનું જે દેખવું થાય છે તે દર્શન કહેવાય છે. પાંચ ઇન્દ્રિય અને છઠું મન એમાંના કોઈ એક કે અનેક સાધનોથી થતું પ્રથમ સમયનું સામાન્ય જાણપણું તે દર્શન કહી શકાય. આ દર્શનને આવરનાર કર્મ તે દર્શનાવરણીય કર્મ છે. | દર્શનાવરણ કર્મને વેદી અથવા પોળિયા સાથે સરખાવવામાં આવે છે. વેદી એટલે પ્રતિહારી અથવા દરવાન. કોઈ નામાંકિત વ્યક્તિ કે રાજાને મળવા જવાનું હોય ત્યારે તેમને દરવાન મારફત સંદેશો પહોંચાડવો પડે છે. દરવાન સમાચાર આપી પરવાનગી ન લાવે ત્યાં સુધી રાજા કે નામાંકિત વ્યક્તિને મળવાનું થઈ શકતું નથી. અને રાજા કે વ્યક્તિ મળવા આવનાર બહારના માણસને જાણી શકતા નથી. એ રીતે જ્યાં સુધી દર્શનાવરણ કર્મનો ઉદય હોય ત્યાં સુધી જીવને અર્થનો સામાન્યપણે પણ અવબોધ થઈ શકતો નથી. જે કર્મથી જે પ્રકારનું દર્શન અટકે તે તેનું આવરણ કહેવાય. એટલે દર્શનાવરણ કર્મને વેદી - પ્રતિહારી સાથે સરખાવ્યું છે. પ્રતિહારી વચ્ચે આડો આવે ત્યાં સુધી બે મુલાકાતીઓ મળી શકતા નથી. આ દર્શનાવરણ કર્મ સામાન્ય બોધની આડે આવે છે. દર્શનાવરણ હોય ત્યાં તેના પૂરતું જ્ઞાનાવરણ જરૂર હોય છે.
દર્શનાવરણના ચાર પ્રકાર છે. ચક્ષુદર્શનાવરણ (૬), અચક્ષુદર્શનાવરણ (૭), અવધિદર્શનાવરણ (૮), કેવળદર્શનાવરણ (૯) અને દર્શનને આવરણરૂપ નિદ્રાના
૨૧૪