________________
કેવળી પ્રભુનો સાથ
અટકાવનાર કર્મ તે અવધિદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ કર્મ કહેવાય છે. અવધિદર્શનાવરણ રૂપી પદાર્થોનું દર્શન અટકાવે છે, અને કેવળદર્શનાવરણ સર્વ દ્રવ્યોનો સામાન્ય બોધ અટકાવે છે. અવધિદર્શનાવરણમાં રૂપી દ્રવ્યની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે મર્યાદા છે, અને કેવળદર્શનાવરણમાં સર્વ રૂપી – અરૂપી દ્રવ્યો અને ભાવ વિશેનું આવરણ આવી જાય છે. સામાન્ય બોધની આડે આવતું દર્શનાવરણ કર્મ વિશેષના જ્ઞાનને અટકાવી, તેને જોવા પણ દેતું નથી, આથી જ્યાં દર્શનાવરણ કર્મ હોય ત્યાં જ્ઞાનાવરણ કર્મ તેટલા પૂરતું હોય જ છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે અવધિદર્શન અને કેવળદર્શન, જે તેના જ્ઞાન સાથે સંબંધિત છે, તેનું દર્શનાવરણ કર્મ છે એટલે કે અવધિદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ કર્મ છે, તો તે જ પ્રમાણે મન:પર્યવ દર્શનાવરણ કેમ કહ્યું નથી? અવધિજ્ઞાન અને કેવળજ્ઞાનમાં પ્રથમ સમયનો પદાર્થનો અવબોધ રહેલો છે, આ દર્શન અવરાઈ શકે છે માટે આ બે માટે દર્શનાવરણ કર્મ કાર્યકારી થાય છે. પરંતુ મન:પર્યવ જ્ઞાનમાં તો સીધું વિશેષ ધર્મોનું જ જ્ઞાન થાય છે, તેમાં સામાન્ય બોધ થતો જ નથી, તેથી પ્રથમ સમયનો અવબોધ ન હોવાને કારણે તેનું દર્શનાવરણ કર્મ સંભવતું નથી.
આ ચાર પ્રકારનાં દર્શનાવરણ કર્મને સાથ આપનારા નિદ્રાના પાંચ પ્રકારો પણ દર્શનાવરણ કર્મમાં સમાય છે. પ્રાણી ઊંઘમાં હોય ત્યારે તેનું દર્શન જરૂર અટકે છે. ઊંઘતો માણસ સામાન્ય બોધ ન પામે એ સમજાય તેવી બાબત છે. નિદ્રાથી ઇન્દ્રિયના વિષયો રુંધાય છે, અને તેથી સમસ્ત દર્શનનો ઘાત થાય છે. તેથી નિદ્રાને પણ દર્શનાવરણ કર્મના ભાગ તરીકે ગણવામાં આવે છે.
પાંચ પ્રકારની નિદ્રા (૧૦-૧૪) નિદ્રાના પાંચ પ્રકાર છે. સુખે સૂતા હોય તેમાંથી સહેલાઇથી જાગી શકે, થોડો અવાજ કરવાથી, ધીમેથી બોલાવવાથી, થોડી અન્ય ક્રિયા કરતાં જ જાગી જવાય તે નિદ્રા. જે કર્મના ઉદયથી આવા પ્રકારની દર્શનને રોકનારી ઊંઘ આવે તે “નિદ્રા” નામનું દર્શનાવરણનું પેટા કર્મ છે. (૧૦)
૨૧૬