________________
અષ્ટકર્મ
દેખે, અને પછી તે કલકત્તા જાય તો ત્યાંથી દશ માઈલના વિસ્તારમાં જાણે જૂએ. આંખની માફક અનુગામી અવધિજ્ઞાન સાથે જાય છે.
અનનુગામી અવધિજ્ઞાન જે સ્થળે અવધિજ્ઞાન થયું હોય તેની ક્ષેત્રમર્યાદામાં તે જ્ઞાન રહે, એ મર્યાદાની બહાર જો અવધિજ્ઞાની જાય તો અવધિજ્ઞાન સાથે ન જાય. આ જ્ઞાનને વીજળીના દીવાની સાથે સરખાવી શકાય. તે જ્યાં હોય ત્યાં પોતાનાં ક્ષેત્રમાં જ પ્રકાશ આપે છે, બીજે આપે નહિ. જે સ્થાને જે મર્યાદાએ એ જ્ઞાન થયું હોય, તેટલું જ રહે, અને ત્યાં જ રહે, પણ સાથે ન ચાલે તે અનનુગામી અવધિજ્ઞાન.
વર્ધમાન અવધિજ્ઞાન અવધિજ્ઞાન થયા પછી, ઉત્તરોત્તર તેનો વિસ્તાર વધતો જાય અને પરિણામ વિશુદ્ધિથી ક્ષેત્રમાં વધારો થતાં થતાં લોકના છેડા સુધી પણ પહોંચી જાય તે ત્રીજું વર્ધમાન અવધિજ્ઞાન. સારા અધ્યવસાય, ઉત્તમ વર્તન અને યોગસાધનાથી ક્ષેત્રમર્યાદા મોટી થતી જાય છે. અગ્નિમાં ઈધન નાખતાં અગ્નિ વધતો જાય તેની જેમ.
હીયમાન અવધિજ્ઞાન અવધિજ્ઞાન ઉત્પન્ન થતી વખતે તેનું ક્ષેત્ર ફલક મોટું હોય, પછી પરિણામ ઢીલાં થતાં જાય, સામગ્રી અલ્પ થવાથી જ્ઞાનનું ક્ષેત્ર સંકોચાતું જાય, આવું હાનિ પામતું અવધિજ્ઞાન હીયમાન અવધિજ્ઞાન કહેવાય છે. ક્રમથી ઘટતું જતું અવધિજ્ઞાન હીયમાન ગણાય.
પ્રતિપાતી અવધિજ્ઞાન પ્રાપ્ત થયેલું અવધિજ્ઞાન ચાલ્યું જાય કે વિલીન થઈ જાય ત્યારે તે પ્રતિપાતી બને છે. કુંક મારતાં દીવો ઓલવાય તેમ નિમિત્ત મળતાં પ્રગટેલું જ્ઞાન લુપ્ત થાય તે
૨૦૯