________________
અષ્ટકમ્
આમ શ્રુતજ્ઞાનના ચૌદ અથવા વીશ પ્રકાર ગણાય છે. એ જ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ શ્રુતજ્ઞાનના ચાર ભેદ વિચારી શકાય. ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની દ્રવ્યથી સર્વ દ્રવ્યોને જાણે, જૂએ નહિ, ક્ષેત્રથી લોકલોકના સર્વ ક્ષેત્રોને આદેશ જાણે; કાળથી સર્વ કાળને ભૂત, વર્તમાન અને ભાવિને જાણે, અને ભાવથી આદેશે સર્વ પર્યાયોને જાણેઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની કેવળજ્ઞાન સમાવડો હોય. પણ તેનું જ્ઞાન આદેશથી હોય, મન દ્વારા હોય. આ જ્ઞાન વ્યવહારથી પ્રત્યક્ષ કહેવાય પણ પરમાર્થે પરોક્ષ જ્ઞાન છે. આ જ્ઞાનને આવરણ કરે તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
અવધિજ્ઞાન (૩) અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્ય છે. જે દ્રવ્યને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે રૂપી દ્રવ્ય કહેવાય. લોકનાં છ દ્રવ્યમાં એક માત્ર પુગલમાં જ આ ગુણો છે, બાકી સર્વ અરૂપી પદાર્થો છે. તેથી કહી શકાય કે અવધિજ્ઞાનમાં માત્ર પુદગલનું જ જ્ઞાન સંભવે છે. તે દ્રવ્ય ગમે તેટલું નાનું કે સૂક્ષ્મ હોય, અથવા મોટું કે મહાકાય હોય તો પણ તે સર્વ રૂપી દ્રવ્યો અવધિજ્ઞાનનો વિષય થઈ શકે છે. અવધિજ્ઞાનવાળો જીવ આ રૂપી દ્રવ્યોને પોતાની મર્યાદાના પ્રમાણમાં, સૂક્ષ્મદર્શક યંત્ર કે ટેલિસ્કોપ કે આંખ આદિ ઇન્દ્રિયની સહાય વગર સીધેસીધા જાણી તથા જોઈ શકે છે. અવધિ એટલે મર્યાદા. જીવને અવધિજ્ઞાનાવરણનો જેટલો ક્ષયોપશમ થયો હોય, તેટલા પ્રમાણમાં તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહીને રૂપી પદાર્થને જાણી તથા જોઈ શકે છે. અને તેમ કરવામાં તે માત્ર મનની સહાય લે છે, ઇન્દ્રિયાદિની સહાયની તેને જરૂર પડતી નથી. આમ આ જ્ઞાન મુખ્યતાએ આત્માની વિશુદ્ધિને કારણે પ્રગટતું હોવાથી અપરોક્ષ અથવા અર્ધ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે.
આ જ્ઞાન ભવપ્રત્યય કે ગુણપ્રત્યય હોય છે. દેવગતિ કે નરકગતિમાં સર્વ દેવ કે નારકીને આ જ્ઞાન હોય છે. ગતિનાં કારણે ઉત્પન્ન થતું આ જ્ઞાન ભવપ્રત્યય કહેવાય છે. મનુષ્ય કે તિર્યંચ ગતિમાં આકરી તપશ્ચર્યા કરવાથી, સાહિત્યસેવા કે જ્ઞાનની બળવાન આરાધનાના પરિણામે જીવને અવધિજ્ઞાનની ઉત્પત્તિ થાય તો તે ગુણપ્રત્યય કહેવાય છે.
૨૦૭