________________
કેવળી પ્રભુનો સાથ
ધડાકો થયો
કાનને અથડાયો – અવ્યક્તપણે સંબંધ થયો તે શ્રવણેંદ્રિયનો વ્યંજનાવગ્રહ (૧)
કંઇક ફાટયું એવું અવ્યક્ત જ્ઞાન તે અર્થાવગ્રહ (૨) આ અવાજ બોંબનો હશે એવી વિચારણા તે ઇહા (૩) આ અવાજ બોંબનો છે તેવો નિર્ણય તે અપાય (૪) આ નિર્ણય ધારી રાખવો તે ધારણા (૫)
—
કોઈ આકાર જોયો -
—
આંખને વસ્તુનો સ્પર્શ ન હોવાથી વ્યંજનાવગ્રહ નથી કંઇક આકાર જોયો તેવો અર્થાવગ્રહ થયો (૬) તે ઝાડ છે કે પુરુષ ? તેવી વિચારણા તે ઇહા (૭) તે ચાલતો નથી માટે ઝાડ છે તે અપાય (૮)
આ નિર્ણય ધારી રાખવો તે ધારણા (૯)
દૂરથી ગંધ આવી
ગંધના પરમાણુનો નાક સાથે સંબંધ થયો અને ગંધ છે તે ખ્યાલ આવવો તે વ્યંજનાવગ્રહ (૧૦)
કંઈક સુગંધ છે તેવું અવ્યક્ત જ્ઞાન તે અર્થાવગ્રહ (૧૧)
એ કસ્તુરી કે કપુરની સુગંધ છે તેવી વિચારણા તે ઇહા (૧૨)
આ ગંધ ઠંડકવાળી હોવાથી કપુરની છે એવો વિચાર તે અપાય (૧૩)
આ કપુરની જ વાસ છે તે ધારણા (૧૪)
જીભથી કડવો લીમડો ચાખ્યો –
આ રસ છે તેવું અવ્યક્ત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ (૧૫) કંઈક કડવી ચીજ છે તે અર્થાવગ્રહ (૧૬)
૨૦૦