________________
અષ્ટકર્મ
વ્યવહારમાં મતિ સ્કુરાયમાન થઈ જણાયેલું જ્ઞાન તે મતિજ્ઞાન અને શ્રવણ થવાથી થયેલું જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાનનું મનન થઈ પ્રગમ્યું તે પાછું મતિજ્ઞાન થાય છે, આમ શ્રુતજ્ઞાન મતિ વિના થઈ શકતું નથી અને એ જ મતિ પૂર્વે શ્રુત હોવું જોઇએ. આમ આ બંને જ્ઞાનને એકબીજા સાથે કાર્યકારણ સંબંધ છે. તેથી આત્માને લગતાં મુખ્ય શાસ્ત્રોને સામાન્યપણે જૈન પરંપરામાં શ્રુતજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. શ્રી ગણધરજીની સહાયથી અન્ય આચાર્યો શ્રી તીર્થંકર પ્રભુના ઉપદેશને ભાષામાં ઉતારી ગ્રંથસ્થ કરે છે, આ ગ્રંથો અંગશ્રુત (અંગ પ્રવિષ્ટ) કહેવાયા છે. આવા બાર અંગો વર્તમાનમાં ગણાયા છે: આચારંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતીસૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ), જ્ઞાતાધર્મકથાંગ, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરોપપાતિકદશાંગ, પ્રશ્ન વ્યાકરણ, વિપાક સૂત્ર અને દૃષ્ટિવાદ. આ સિવાયનાં આગમ સૂત્રોને અંગબાહ્ય શ્રુત તરીકે ઓળખાવ્યાં છે. આ અંગશ્રુત અને અંગબાહ્યશ્રુત શ્રુતજ્ઞાનનાં અગત્યનાં શાસ્ત્રો ગણાયા છે. તેમાં દ્રવ્યાનુયોગ, કથાનુયોગ, ચરણકરણાનુયોગ અને ગણિતાનુયોગ એ ચારે અનુયોગનો સમાવેશ થાય છે. આ ઉપરાંતના તત્કાલીન તથા તે પછી રચાયેલાં આત્મલક્ષી શાસ્ત્રોનો સમાવેશ પણ અંગબાહ્ય શ્રુતજ્ઞાનમાં થયો છે. આ બધાં શ્રુતશાસ્ત્રો પરથી શ્રુતજ્ઞાનના ચોદ અથવા વીશ પ્રકાર જુદી જુદી અપેક્ષાથી ફલિત થાય છે. તેમાં ચૌદ પ્રકાર વિશેષ પ્રચલિત છે. આ ચૌદ પ્રકાર – અક્ષરશ્રુત, - અનક્ષરશ્રુત; સંજ્ઞીશ્રુત – અસંજ્ઞીશ્રુત; સમ્યકશ્રુત મિથ્યાશ્રુત; સાદિૠત – અનાદિઋત; સપર્યવસિત શ્રત – અપર્યવસિતશ્રુત; ગમિક શ્રત – અગમિક મૃત; અંગપ્રવિષ્ટ શ્રત – અંગબાહ્ય શ્રુત.
અક્ષરભૃત – અનક્ષરશ્રુત અક્ષરદ્યુતના ત્રણ પ્રકાર છે. સંજ્ઞા અક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યાક્ષર. સંજ્ઞાક્ષર એટલે લખવામાં વપરાતી લિપિ. ગુજરાતી, બાળબોધ, ઉર્દુ ઇત્યાદિ. વ્યંજન અક્ષર એટલે કક્કા બારાક્ષરીનો ઉચ્ચારથી નિર્દેશ કરવો. અને લધ્યાક્ષર એટલે શબ્દ સાંભળવાથી કે વાંચવાથી જે અર્થબોધ થાય છે. આમ લેખન તે સંજ્ઞાક્ષર, વાંચન તે વ્યંજનાક્ષર
૨૦૩