________________
કેવળી પ્રભુનો સાથ
અને તેનાથી થતું રિજ્ઞાન તે લબ્યાક્ષર કહી શકાય, અભિલાપ્ય ભાવોનું પ્રતિપાદન કરનાર પ્રધાનશ્રુત તે અક્ષરશ્રુત છે.
કોઈ જીવ પોતાના ભાવો અક્ષરના ઉપયોગ વગર જણાવે તે અનક્ષર શ્રુત છે. શિરકંપન, હલનચલન આદિ દ્વારા હાવભાવ કરી પોતાના ભાવને વ્યક્ત કરવા, વગર અક્ષરે હાથની સાનથી, આંખના મિચકારાથી વગર બોલ્યે ભાવ જણાવવા એ સર્વ અનક્ષ૨શ્રુતમાં સમાય છે.
સંજ્ઞીશ્રુત – અસંજ્ઞીશ્રુત
જેનાથી ભૂત, વર્તમાન, ભાવિના વિચાર કરવાની, સારાસારનું તોલન કરવાની શક્તિ જાગે છે તે સંજ્ઞા. આ સંજ્ઞાના ત્રણ પ્રકાર છેઃ દીર્ઘકાલિકી, હેતુવાદોપદેશિકી અને દૃષ્ટિવાદોપદેશિકી. અતીત, અનાગત ઘણા કાળનું ચિંતવવું તે દીર્ઘકાલિકી. ચારે ગતિના સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. પોતાનાં તત્કાલીન હિત ઉપર નજર રાખી ઇષ્ટમાં પ્રવૃત્તિ તથા અનિષ્ટથી નિવૃત્તિ કરવી તે હેતુવાદોપદેશિકી સંજ્ઞા. આ સંજ્ઞા સંજ્ઞી તેમજ અસંશી એમ બંને પ્રકારનાં જીવોને સંભવે છે. જેને મોહાદિના ક્ષયોપશમને કારણે સમ્યક્દષ્ટિપણું આવે છે તેને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા આવે છે. આમ ચારે ગતિના સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને ત્રણે પ્રકારનું સંજ્ઞીશ્રુતપણું સંભવે છે. સર્વ અસંજ્ઞી જીવોને દીર્ઘકાલિકી તથા દૃષ્ટિવાદોપદેશિકી શ્રુત સંભવતું નથી, પણ તેઓને માત્ર હેતુવાદોપદેશિકી શ્રુત સંભવે છે. મન વગરના એક થી પાંચ ઇન્દ્રિયવાળા જીવોને માત્ર ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલું શ્રુત જ્ઞાન તે અસંજ્ઞીશ્રુત કહેવાય છે.
સભ્યશ્રુત – મિથ્યાશ્રુત
કોઈ પણ વસ્તુનો વાસ્તવિક બોધ થવો તે સભ્યશ્રુત છે. પક્ષપાતી બુદ્ધિ ન રાખતાં, દુરાગ્રહ કે અભિનિવેશ ન રાખતાં વાસ્તવિક હકીકત જેમ છે તેમ સ્વીકારવી, બીજાને જણાવવી આદિ સમ્યક્ શ્રુત છે. સમ્યક્દષ્ટિને આવું સમ્યક્ શ્રુત સંભવે છે.
૨૦૪