________________
અષ્ટકમ્
લીમડો કે કરિયાતું હશે તેવી વિચારણા તે ઇહા (૧૭) લીમડાની કડવાશ લાગે છે તે અપાય (૧૮)
તેનો નિર્ણય ધારવો તે ધારણા (૧૯) હાથને બરફ અડયો –
બરફનો પ્રથમ સમયનો સ્પર્શ તે વ્યંજનાવગ્રહ (૨૦) પોતાને કંઈક સ્પર્યું તેનું જ્ઞાન તે અર્થાવગ્રહ (ર૧) આ પાણી કે બરફ છે તે વિચારણા તે ઇહા (૨૨) આ બરફ હોવો જોઇએ એવો નિર્ણય તે અપાય (૨૩) બરફ હોવાનો નિર્ણય ધારવો તે ધારણા (૨૪)
સ્વપ્ન જોયું –
મનને વ્યંજનાવગ્રહ નથી. સ્વપ્નમાં કંઇક જોયું તે અર્થાવગ્રહ (૨૫) મેં શું જોયું તેની વિચારણા તે ઇહા (૨૬) મેં સ્વપ્નમાં મિત્રને જોયો તે અપાય (૨૭) મિત્ર જોયાનો નિર્ણય ધારણ કરવો તે ધારણા (૨૮)
આ પ્રકારે વિચારતાં મતિજ્ઞાનના અઢાવીશ પ્રકાર સમજાય છે. અને તેના ભેદો પ્રભેદો સહિત વિસ્તાર કરવાથી કુલ ૩૪૦ પ્રકાર ગણાય છે. આ મતિજ્ઞાનને આવરણ કરનાર કર્મ મતિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
શ્રુતજ્ઞાન (૨) પોતાની જાણકારી બીજાને જણાવવાનું કાર્ય શ્રુતજ્ઞાન કરે છે. એટલે કે કોઈ પણ હકીકત બીજાને જણાવવા યોગ્ય સ્થિતિમાં મૂકવી તે શ્રુતજ્ઞાનની સ્થિતિમાં આવે છે.
૨૦૧