________________
કેવળી પ્રભુનો સાથ
મતિજ્ઞાનની ઉત્પત્તિનો ક્રમ
વસ્તુનું પ્રથમ સામાન્ય દર્શન થાય ત્યારે તે કઈ જાતિની વસ્તુ છે તેનું દર્શન થાય છે. જનાવરનું જનાવરપણું, ઝાડનું ઝાડપણું કે મનુષ્યનું મનુષ્યપણું જાણવું તે દર્શન છે. આ વિશે જીવને વિશેષ જાણપણું આવે તે પહેલાં ઘણી પ્રક્રિયા થાય છે. અંગ્રેજી તર્કશાસ્ત્રમાં જ્ઞાનપ્રાપ્તિ માટે ત્રણ સ્થિતિ બતાવવામાં આવી છે conception, perception, knowledge. વસ્તુના વસ્તુપણાનો ખ્યાલ આવે તેને અંગ્રેજીમાં conception કહે છે, જેને જૈન પરિભાષામાં ‘દર્શન’ તથા ‘અવગ્રહ'ની દશા કહેવાય છે. તે પછી perception થાય તેમાં ઇહા અને અપાયનો સમાવેશ થાય છે, જ્યારે knowledge માં ધારણાનો સમાવેશ થાય છે. તે સમજવા પ્રયત્ન કરીએ.
-
કોઈ પણ વસ્તુને જાણવી એટલે તેનાં પર્યાય જાણવાં. વસ્તુ પર્યાયથી અલગ નથી. પર્યાયને જાણવાથી વસ્તુનો દેશથી ખ્યાલ આવે છે, એમાં સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને શ્રવણ એ પાંચ ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થાય છે તે ઇન્દ્રિયજન્ય (પરોક્ષ) મતિજ્ઞાન કહેવાય અને મન દ્વારા જે જ્ઞાન થાય તે અતિન્દ્રિય મતિજ્ઞાન કહેવાય.
વસ્તુનાં વસ્તુસ્વરૂપનો ખ્યાલ આવવો તે ‘દર્શન’ અને ‘અવગ્રહ'ની દશા છે. અવગ્રહ એટલે ગ્રહણ – પરિચ્છેદન. અવ્યક્ત જ્ઞાન તે અવગ્રહ. અવગ્રહ બે પ્રકારે છે: વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. ‘આ કંઇક છે' એવા બોધને અવગ્રહ કહેવામાં આવે છે, તે તદ્દન પ્રાથમિક અવ્યક્ત જ્ઞાન છે. આવું પ્રાથમિક જ્ઞાન લેવામાં બે પ્રકારનો ક્રમ જોવા મળે છે. વસ્તુનું પ્રાથમિક જ્ઞાન મેળવવામાં ઘણીવાર વ્યંજન (સંબંધ)ની જરૂ૨ પડે છે. જેમકે વસ્તુ ગ૨મ છે કે ઠંડી, સુગંધી છે કે દુર્ગંધી, વગેરે જાણવા વસ્તુ તથા ઇન્દ્રિયનો સંયોગ (વ્યંજન) થવો જરૂરી છે. આંખ સિવાયની ચાર ઇન્દ્રિયોથી વિના સંયોગ જ્ઞાન સંભવતું નથી, પણ આંખને વસ્તુ સાથે સંબંધમાં આવવાની જરૂર પડતી નથી, તે જ રીતે મનમાં કોઈ વસ્તુનો વિચાર કરવા માટે કે તેની સ્મૃતિ તાજી કરવા માટે મનનો તથા દ્રવ્યનો વ્યંજન (સંયોગ) કરવો પડતો નથી, આમ સામાન્ય બોધ થવા માટે બે પ્રકારનો ક્રમ જણાય છે – વ્યંજનથી મળતો ક્રમ મંદક્રમ, અને બીજો
૧૯૮