________________
અષ્ટકર્મ
શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવ જ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ તરીકે ગણાય છે. તેની સામાન્ય સમજણ આપણે લઇએ.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાનમાં પહેલાં બે જ્ઞાન એવાં છે કે જે જીવ તેની ઇન્દ્રિય અને મનની સહાયથી કરે છે, તેથી તે બંને પરોક્ષ જ્ઞાન તરીકે ઓળખાય છે. તે પછીનાં બે જ્ઞાન એવાં છે કે જે જ્ઞાન લેવામાં જીવ ઇન્દ્રિયની સહાય લેતો નથી, પણ મનનો ઉપયોગ જરૂર કરે છે. આથી અવધિ અને મન:પર્યવ એ બે જ્ઞાન અપરોક્ષ અર્ધ પ્રત્યક્ષ જ્ઞાન ગણાય છે. ત્યારે આત્માની પૂર્ણ વિશુદ્ધિએ પ્રગટતું કેવળજ્ઞાન એવું છે કે તેમાં આત્મા ઇન્દ્રિય કે મનનો અંશમાત્ર ઉપયોગ જ્ઞાન મેળવવા કરતો નથી. તેથી કેવળજ્ઞાન પ્રત્યક્ષજ્ઞાનની સંજ્ઞા પામે છે. આ ત્રણે વિભાગ આત્માની વિશુદ્ધિને આધારે થયેલા છે તે સમજી શકાશે. જેમાં કોઇની દરમિયાનગિરિની જરૂર પડે નહિ તે જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય. જૈન પરિભાષા પ્રમાણે અક્ષનું એટલે આત્મા. તેના પ્રતિ એટલે તરફ. આત્મા પ્રતિ એટલે પ્રત્યક્ષ, આંખથી પ્રત્યક્ષ નહિ પણ આત્માને પ્રત્યક્ષ કે પ્રત્યક્ષ જ્ઞાન એમ જૈન તાત્ત્વિકોનું જણાવવું છે.
મતિજ્ઞાન (૧) જ્ઞાનનાં પાંચ પ્રકારોમાં સૌ પ્રથમ મતિજ્ઞાન આવે છે. મનન કરી ઇન્દ્રિય અથવા મન દ્વારા જાણવામાં આવે તે જ્ઞાનને મતિજ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાનને આભિનિબોધિક જ્ઞાન પણ કહેવામાં આવે છે. આભિ એટલે સન્મુખ, નિ એટલે નિશ્ચિત, એવો બોધ તે આભિનિબોધિક જ્ઞાન. આ જ્ઞાનમાં પાંચ ઇન્દ્રિય અને/અથવા મનની અપેક્ષા રહે છે. મતિજ્ઞાનનો વિષય જાણવાનો છે, માનવાનો છે. જ્ઞાન તો આત્માને થાય જ છે, પણ મતિજ્ઞાનમાં ઇન્દ્રિય અને મનની દરમિયાનગિરિ રહે છે. મતિજ્ઞાનનો વિષય વર્તમાન હોય છે, સાથે સાથે પૂર્વકાળની સ્મૃતિ, ભવિષ્યની ચિંતા કે જુદી જુદી નિશાનીઓ દ્વારા થતું જ્ઞાન પણ મતિજ્ઞાનમાં સમાવેશ પામે છે. આ સર્વ માટે “અભિનિબોધ' શબ્દ પ્રયોજાયો છે. મતિજ્ઞાનને આવરણ કરનાર કર્મનો નાશ થતાં મન અને ઇન્દ્રિયોની સહાયથી જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન કહેવાય છે.
૧૯૭