________________
કેવળી પ્રભુનો સાથ
તે અઘાતી કર્મ છે. ઘાતકર્મ આત્મા સાથે સીધો સંબંધ ધરાવે છે. ત્યારે અઘાતી કર્મ આત્મા સાથે દેહના સાધનથી સંબંધ ધરાવે છે.
આત્માનાં અનંતજ્ઞાનને ઢાંકે તે જ્ઞાનાવરણીય કર્મ
પ્રકાર ૫ આત્માનાં અનંતદર્શનને ઢાંકે તે દર્શનાવરણીય કર્મ પ્રકાર ૯ આત્માનાં અવ્યાબાધ સુખને આવરે તે વેદનીય કર્મ પ્રકાર ૨ આત્માનાં શ્રદ્ધાન તથા અનંત ચારિત્રને ઢાંકે તે મોહનીય કર્મ પ્રકાર ૨૮ આત્માની અક્ષયસ્થિતિ પ્રગટવા ન દે તે આયુષ્ય કર્મ પ્રકાર ૪ આત્માના અરૂપીપણાને આવરે તે નામકર્મ
પ્રકાર ૧૦૩ – (૯૩) આત્માનાં અગુરુલઘુ ગુણને આવરે તે ગોત્ર કર્મ
પ્રકાર ૨ આત્માનાં અનંતવીર્યને ગોપવે તે અંતરાય કર્મ
પ્રકાર ૫ ૧૫૮ (૧૪૮)
શ્રી સિધ્ધભગવાનને આ આઠે ગુણોનો ઉદય હોય છે અને આઠે કર્મોનો ક્ષય હોય છે. એક પણ કર્મનો બંધ થતો નથી. સર્વ પ્રકારનાં કર્મનો ક્ષય થવાથી સર્વ પ્રકારની સિદ્ધિવંત તે પ્રભુ હોય છે, એટલે તેઓ “શ્રી સિદ્ધ ભગવાન” કહેવાય છે. ચૌદમા ગુણસ્થાને મન, વચન તથા કાયાનો રોધ થતો હોવાથી, કર્મબંધના પાંચ કારણોથી છૂટી સર્વ પ્રકારના નવીન બંધથી આત્મા મુક્ત થઈ જાય છે. તેમાં ગુણસ્થાને શ્રી અરિહંત પ્રભુ તથા શ્રી કેવળી પ્રભુને ચાર ઘાતી કર્મોનો ક્ષય અને ચાર અઘાતી કર્મોનો ઉદય હોય છે, તેથી માત્ર એક શાતા વેદનીય કર્મનો જ બંધ થાય છે. વળી અગ્યારમા અને બારમા ગુણસ્થાને મોહનીય કર્મનો ઉદય ન હોવાથી જીવને માત્ર શાતા વેદનીય જ બંધાય છે. શ્રેણિમાં દશમાં ગુણસ્થાને મોહ તથા આયુબંધ થતો ન હોવાથી છ કર્મનાં બંધન થાય છે. ત્રીજા, આઠમા અને નવમા એ ત્રણ ગુણસ્થાને આયુષ્યનો બંધ થતો ન હોવાથી સાત કર્મ જ બંધાય છે. બાકીના સર્વ ગુણસ્થાને – મિથ્યાત્વથી અપ્રમત્ત ગુણસ્થાન સુધી સાત અથવા આઠ કર્મ બંધાય છે. આયુષ્યના
૧૯૪