________________
સમ્યકત્વ પરાક્રમ
“ધ્રાણેદ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ – અમનોજ્ઞ ગંધમાં રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી ગંધ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી, અને પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા કરે છે.”(૬૫)
જિહુવા ઇન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ – અમનોજ્ઞ રસોના રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી રસ નિમિત્તક કર્મોનો બંધ કરતો નથી, અને પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા કરે છે.”(૬૬)
સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ – અમનોજ્ઞ સ્પર્શી સંબંધી રાગદ્વેષનો નિગ્રહ કરે છે. અને સ્પર્શ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી, પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા કરે છે.”(૬૭)
કર્મ ભોગવવા માટે મળતી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાથી એટલે કે આત્માને ઇન્દ્રિયોને આકર્ષક વિષયોમાં જોડાવા ન દેવાથી, તે ઇન્દ્રિય સંબંધી મનોજ્ઞ એટલે મનને રુચિકર અને અમનોજ્ઞ એટલે મનને અરુચિકર પ્રસંગોમાં થતા કર્મબંધનથી તે આત્મા મુક્ત રહે છે, એટલું જ નહિ, પણ પૂર્વે જ્યારે તે આત્માને ઇન્દ્રિયોનો નિગ્રહ ન હતો તે વખતે ઇન્દ્રિયોના વિષયોની આસક્તિમાં લપાઈને જે કર્મબંધન કર્યા હતાં તે કર્મોની નિર્જરા પણ સાથે સાથે થતી જાય છે. એટલે કે ચારે ઘાતી કર્મોના ક્ષય પછી, સંપૂર્ણપણે ઇન્દ્રિયનિગ્રહ થતો હોવાથી બાકીના ચાર અઘાતી કર્મો પણ છૂટતા જાય છે. ઇન્દ્રિયો કષાયોને ઉપ્ત કરવામાં બળવાન નિમિત્ત છે, પણ ઇન્દ્રિયોથી શ્રી કેવળીપ્રભુ પૂર્ણપણે અલિપ્ત રહેતા હોવાથી તેમને અંશમાત્ર કષાય ઉત્પન્ન થતા નથી. ઇન્દ્રિયો સાથે આત્માનું જેટલી માત્રામાં જોડાણ થાય તેટલી માત્રામાં જીવને કષાયની ઉત્પત્તિ થતી હોય છે. તેથી આપણે કહી શકીએ કે ઇન્દ્રિયજય સાથે સાથે કષાયજય પણ સહજતાઓ થતો હોય છે. ઉત્પન્ન થતા કષાયોથી જીવને બળવાનપણે સંસારવૃદ્ધિ થાય છે, સંસાર ક્ષીણ કરવા કષાયજય જ ઉપકારી છે. આ કષાયજય પૂર્ણતાએ પ્રગટે છે ત્યારે આત્માને શું લાભ થાય છે તે સૂત્ર અડસઠ થી એકોત્તર સુધીના ચાર સૂત્રમાં બતાવ્યું છે.
૧૮૧